શોપિંગ માટે તૈયાર રહેજો…! મોરબી અપડેટ દ્વારા 19 અને 20મીએ મોરપીંછ એક્ઝિબિશન 

ફેશનવેરથી લઈને ફૂડ અને હોમ ડેકોર તેમજ બાળકો માટેની પ્રોડકટ સુધીની તમામ આઇટમોના 55 જેટલા સ્ટોલ હશે : મોરપીંછ એક્ઝિબિશનના નંબર સ્કેન કરનાર બહેનોને ફેશિયલ, હેર કલર, હેર વોશ, બ્લીચ, સાયનર, આઈબ્રો, ફોર હેડ, અપર લીપ ફ્રી કરી અપાશે

સામાકાંઠા, મહેન્દ્રનગર અને ઘૂંટુ વિસ્તારના બહેનોની આવવા-જવાની સરળતા માટે રામધન આશ્રમ ખાતે યોજાશે એક્ઝિબિશન : ખાણી-પીણીના સ્ટોલ ઉપરાંત બાળકો માટે જમ્પિંગ સહિતના અનેક આકર્ષણો

મોરબી : મોરબીવાસીઓની લાગણીને માન આપી મોરબી અપડેટ દ્વારા આગામી તા.19 અને 20એ ફરી એક વખત મોરપીંછ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આ વખતે 55 જેટલા સ્ટોલ હશે. તો મોરબીવાસીઓ શોપિંગ માટે તૈયાર થઈ જાવ.

દર વર્ષે અવનવા કાર્યક્રમો આપીને સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવતું મોરબીવાસીઓનું પોતાનું માધ્યમ મોરબી અપડેટ છેલ્લા થોડા સમયથી સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે મોરપીંછ એક્ઝિબિશનનું પણ આયોજન કરે છે. સ્થાનિક રોજગાર અને ધંધાઓને વેગ મળે તેમજ લોકોને એક જ સ્થળેથી શ્રેષ્ઠ કિંમતે વસ્તુઓની ખરીદીનો અવસર મળે તેવા ઉદ્દેશ સાથે આગામી તા.19 અને 20 મેના રોજ મોરપીંછ ફેશન એન્ડ લાઇફસ્ટાઇલ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે.

આ વખતે એક્ઝિબિશન સામાકાંઠે મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલ રામધન આશ્રમની વિશાળ જગ્યામાં યોજવામાં આવશે. અહીં બન્ને હોલમાં એક્ઝિબિશન યોજવામાં આવનાર છે. સામાકાંઠા, મહેન્દ્રનગર અને ઘુટુ વિસ્તારના બહેનોને આવવા જવામાં સરળતા રહેશે. આ એક્ઝિબિશનમાં ગાર્મેન્ટ્સ, ફૂટવેર, હોમ ડેકોર, હેન્ડીક્રાફટ, ફેસ્ટિવલ સ્પેશિયલ આઈટમ, જવેલરી, ચણીયાચોલી, કોસ્મેટિક ગૃહ ઉદ્યોગ, અથાણા, ફૂટવેર, જવેલરી, ચિલ્ડ્રનવેર, ટોયઝ, ફૂડ સ્ટોલ, સ્પેશિયલ એક્ટ્રેશન સહિતના 55 જેટલા સ્ટોલ હશે.

અહીં વિશાળ જગ્યા ઉપરાંત વિશાળ વ્યવસ્થા, સિક્યોરિટી સહિતની અનેક સવલતો હશે. જેથી અહીં આવનાર બહેનોને કોઈ તકલીફ ન પડે. અહીં બહેનો માટે એન્ટ્રી નિઃશુલ્ક છે. ઉપરાંત અહીં એક્ઝિબિશન સ્થળે નંબર અપાયેલો હશે જેને સ્કેન કરનાર બહેનોને ફેશિયલ, હેર કલર, હેર વોશ, બ્લીચ, સાયનર, આઈબ્રો, ફોર હેડ, અપર લીપ ફ્રી કરી આપવામાં આવશે.

આ એક્ઝિબિશનમાં જૂજ સ્ટોલ જ બચ્યા છે.જેનું બુકીંગ હાલ ચાલુ છે. જેમાં વહેલા તે પહેલાના ધોરણે બુકીંગ કરવામાં આવશે. વધુ વિગત માટે મિત્તલ પ્રજાપતિ મો.નં. 99093 82382 અથવા વિપુલ પ્રજાપતિ મો.નં. 99130 53249નો સંપર્ક કરવા જણાવાયું છે.