કર્ણાટકમાં કોંગ્રેસની જીતને વધાવતું મોરબી કોંગ્રેસ

- text


આગેવાનોએ ફટાકડા ફોડી ઢોલ નગારાને તાલે જીતને વધાવી, એકબીજાના મો મીઠા કરાવ્યા

મોરબી : કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની થયેલી જીતની મોરબીમાં શાનદાર ઉજવણી કરવામાં આવી છે. જેમાં મોટી સંખ્યામાં આગેવાનોએ ઉપસ્થિત રહીને એકબીજાને શુભેચ્છા પણ પાઠવી હતી.

કર્ણાટક વિધાનસભામાં બહુમતી માટે કુલ 224 બેઠકમાંથી 113 બેઠક ઉપર જીત નોંધાવવી જરૂરી છે. પરંતુ કોંગ્રેસે અંદાજે 135થી પણ વધુ બેઠકો કબ્જે કરી શાનદાર જીત મેળવી છે. ત્યારે મોરબીમાં કોંગ્રેસ સમિતિ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. જેમાં આગેવાનોએ ફટાકડા ફોડી ઢોલ નગારાને તાલે જીતને વધાવી હતી. સાથે એકબીજાના મો મીઠા કરાવ્યા હતા. આ વેળાએ મહેશ રાજ્યગુરુ, કે.ડી. બાવરવા, કે.ડી. પડસુબીયા, રામભાઈ રબારી, રમેશ રબારી, રાજુભાઇ આહિર, અલ્પેશ કોઠીયા, અલ્પાબેન કક્કડ, રજની શિરવી, મુકેશ ગામી, એલ.એમ.કંજારીયા, દિલીપ સરડવા સહિતના હાજર રહ્યા હતા.

- text

- text