વાંકાનેરની ગાયત્રી શક્તિપીઠ સંસ્થા દ્વારા દીકરીઓને ધ કેરેલા સ્ટોરી ફિલ્મ બતાવાય

- text


વ્યાપારી સેલના સદસ્ય તેમજ રઘુવંશી સમાજના અગ્રણી શૈલેષભાઈ ઠક્કરનાં આર્થિક સહયોગથી દરિયાલાલ મલ્ટીપ્લેક્ષમાં ફિલ્મ શો યોજાયો

વાંકાનેર : દેશમાં લવ જેહાદની ઘટના દિવસે દિવસે વધી રહી છે ત્યારે ખાસ કરીને કેરાલામા આવી ઘટનાઓને કારણે અનેક શાળા કોલેજની યુવતીઓ આતંકવાદનો ભોગ બની ચૂકી છે ત્યારે હવે વધુ હિન્દુ દીકરીઓ આવા આતંકવાદનો ભોગ બને નહિ તે માટે હાલમાં જ the Kerala story નામનું પિકચર દેશમાં દરેક સિનેમા ઘરોમાં ચાલી રહ્યું છે. આ પિકચર હિન્દુ સગીરાએ દીકરીઓ મહિલાઓ વધુને વધુ જોઈ શકે તે માટે રાજ્યમાંથી ઠેર ઠેર કર મુક્ત કરવા માંગણીઓ કરવામાં આવી છે કેટલાક રાજ્યોમાં કરમુક્ત કરાઈ છે.

વાંકાનેરમાં ગાયત્રી શક્તિપીઠના ઉપક્રમે રાજ્યના વ્યાપારી સેલના સદસ્ય તેમજ રઘુવંશી સમાજના અગ્રણી શૈલેષભાઈ ઠક્કરનાં આર્થિક સહયોગથી વાંકાનેરની બાળાઓ દીકરીઓ મહિલાઓને આજે રફાળેશ્વર પાસેની દરિયાલાલ મલ્ટીપ્લેક્ષ સિનેમામા ગુરુવારે સાંજના ૪.૧૫ વાગ્યાના શો મા ૪૦ થી વધુ બાળાઓ દીકરીઓ મહિલાઓને પિકચર બતાવવામાં આવેલ. જેમાં ઠક્કર દ્વારા દરેક બાળાઓ દીકરીઓ મહિલાઓને તેના ઘરેથી જ વાહનમાં સિનેમા ઘર અને પિકચર પૂરું થયે સિનેમા ઘરથી પોતાના ઘર સુધી વાહનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.

- text

The Kerala story પિકચરમા ગાયત્રી શક્તિપીઠ શાળાની બાળાઓ સાથે શહેરના દરેક વિસ્તારની દીકરીઓ મહિલાઓનો સમાવેશ કરેલ હતો આં કામગીરી ગાયત્રી શક્તિપીઠનાં મહંત અશ્વિનભાઈ રાવલ દ્વારા જહેમત ઊઠાવી હતી સાથે વાહનની તેમજ દરેક બાળાઓ દીકરીઓ મહિલાઓને સહીસલામત ઘરે પરત પહોંચાડવાની જવાબદારી વાંકાનેર વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ ઘનશ્યામસિંહ ચૌહાણ તથા વિમલસિહ સોલંકી દ્વારા ઉઠાવવામાં આવેલ.

આ વેળાએ દીકરીઓ સાથે શૈલેષભાઈ ઠક્કર, વિશ્વ હિન્દુ પરિષદના શહેરના પ્રમુખ ઘનશ્યામસિંહ ચૌહાણ, ભાજપના યુવા અગ્રણી ચેતનગીરી ગોસ્વામી , મુંબઈ સ્થિત વાંકાનેર વૃદ્ધાશ્રમના ટ્રસ્ટી ડૉ. દિલીપભાઈ શાહ, દિલીપભાઈ પંડ્યા સહિતનાઓ જોડાયા હતા

- text