મોરબીના શક્તિ ચેમ્બર આસપાસના વિસ્તારોમાં કાલે શનિવારે વિજકાપ

- text


મોરબી : તા.૧૫.૦૪.૨૦૨૩ ના શનિવાર ના રોજ નવા કામની કામગીરી તથા મેન્ટેનન્સની કામગીરી કરવાની હોઇ PGVCL ના મોરબી શહેર-૨ પેટા વિભાગ હેઠળ આવતો ૧૧ કેવી વિશાલદીપ ફીડર સવારે ૦૭:૦૦ થી બપોરના ૦૨:૩૦ વાગ્યા સુધી બંધ રહેશે.

- text

આ ફીડરમા આવતા તમામ વિજ ગ્રાહકોએ નોંધ લેવી. જેમાં શક્તિ ચેમ્બર ૧/૨/૩/૪, કોટક મહિન્દ્રા બેંક, બેંક ઓફ બરોડા તથા તેની પાછળ નો વિસ્તાર, જીએસપીસી ગેસ ઓફિસ વગેરે વિસ્તારો તથા આસપાસના વિસ્તારો પાવર સપ્લાય બંધ રહેશે. કામ પૂર્ણ થયે કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે.

- text