હળવદમાં વોટ્સએપ મારફતે વરલી મટકાના આંકડા લેતા એક ઝડપાયો

- text


મોરબી એલસીબીએ કરેલી કાર્યવાહીમા એકનું નામ ખુલ્યું

હળવદ : મોરબી એલસીબી ટીમે હળવદ શહેરના પંચમુખી ઢોરા વિસ્તારમાં દરોડો પાડી મોબાઈલ ફોનમાં વોટ્સએપ ઉપર વરલી મટકાનો જુગાર રમાડતા એક શખ્સને ઝડપી લઈ અન્ય એક આરોપીનું નામ ખોલાવી બન્ને વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

જાણવા મળતી વિગતો મુજબ મોરબી એલસીબી ટીમે હળવદ શહેરના પંચમુખી ઢોરા પાસે આવેલ શેરીમાંથી આરોપી તાજદીનભાઈ રજબઅલી પંજવાણીને મોબાઈલ ફોનમાં વોટ્સએપ મારફતે વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડતા રંગે હાથ ઝડપી લઇ રોકડા રૂપિયા 5440 તેમજ રૂ.5000નો સેમસંગ મોબાઈલ ફોન કબ્જે કરી કુલ રૂ.10,440નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.વધુમાં પોલીસના હાથે પકડાયેલ આરોપીએ વરલી મટકાના આ જુગારમાં આરોપી ધીરાભાઈ કોળીનું નામ કબુલતા એલસીબી ટીમે બન્ને આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં જુગારધારા અન્વયે ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

- text