હળવદના નવા માથક ગામે ભાગવત કથામાં રૂક્ષમણી વિવાહનો પ્રસંગ ધામધૂમથી ઉજવાયો

- text


કથા દરમિયાન કપિલ જન્મ, વરાહ પ્રાગટય, નૃસિંહ પ્રાગટય, રામ જન્મ, કૃષ્ણ જન્મ, બાળલીલા, ગોવર્ધન પૂજા સહીતના પ્રસંગો ઉજવાયા 

હળવદ : હળવદના નવા માથક ગામે મહાવીરનગર નિવાસી બનાભાઈ ભાવસંગભાઈ બારડ અને વજાભાઈ ભાવસંગભાઈ બારડના પરિવાર દ્વારા પિતા સ્વ. ભાવસંગભાઈ જેઠુંભાઈ બારડ તેંમજ માતા સ્વ.દેવલબેન ભાવસંગભાઈ બારડના મોક્ષાર્થે તા.24થી 30 માર્ચ સુધી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

ભાગવત કથાનો 24 માર્ચે પ્રારંભ થયા બાદ આજે કથાનો છઠ્ઠો દિવસ છે. જેમાં જાણીતા વક્તા શાસ્ત્રી જયભાઈ હરકાંતભાઈ આચાર્યએ કથાની શરૂઆતમાં ભાગવત કથાની મહાત્મ્ય કથાનો બોધપાઠ આપી કથા દરમિયાન આવતા કપિલ જન્મ, વરાહ પ્રાગટય, નૃસિંહ પ્રાગટય, રામ જન્મ, કૃષ્ણ જન્મ, બાળલીલા, ગોવર્ધન પૂજા સહીતના પ્રસંગો સંગીતમય શૈલીમાં સુંદર રીતે વર્ણવીને શ્રોતાજનોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. તેંમજ આજે કથાના છઠ્ઠા દિવસે રૂક્ષમણી વિવાહનો પ્રસંગ ધામધૂમથી ઉજવાયો હતો. કથા દરમિયાન દરરોજ મહાપ્રસાદ યોજાઈ છે. જેમાં મોટી સંખ્યામાં લોકો કથા શ્રવણની સાથે મહાપ્રસાદનો લાભ લઇ રહ્યા છે.

- text