સાદુળકામાં પાણી પુરવઠા વિભાગના સ્ટોર રૂમમાં થયેલ ચોરીના કેસમાં વધુ ત્રણ ઝડપાયા

- text


 

મોરબી : મોરબી તાલુકાના સાદુળકા ગામની સીમમાં પાણી પુરવઠા વિભાગના સ્ટોર રૂમમાં થયેલ ચોરીના ત્રણ નાસતા-ફરતા આરોપીઓને મોરબી તાલુકા પોલીસે પકડી પાડ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકાના સાદુળકા ગામની સીમમાં પાણી પુરવાડા વિભાગના સ્ટોર રૂમમાં મોલ ચોરી અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો દાખલ થયેલ હોય અને ગુનાના કામે અગાઉ 5 આરોપીઓની અટક કરવામાં આવી હતી જ્યારે અન્ય 4 આરોપીઓ નાસતા ફરતા હોય મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને બાતમી મળેલ કે ત્રણ આરોપીઓ મોરબી તાલુકાના ભરતનગર ગામની સીમમાં ભરત ફાર્મ પાસે છે.

- text

જેને પગલે ટીમે ત્યાં જઈને પ્રેમજીભાઇ હરજીભાઇ ચૌહાણ રહે. કૈલાશનગર-કચ્છ, શરદ ભરતભાઇ સુરાણી રહે. અંજાર અને કિશનભાઇ રાજુભાઇ મકવાણા રહે. અંજારવાળાની ધરપકડ કરી હતી.

- text