હળવદમાં ક્રિકેટ મેદાન બનાવવાની ગૃહમંત્રી અને ધારાસભ્યને રૂબરૂ રજુઆત

- text


હળવદના યુવાનોએ ૨૫ માર્ચ થી યોજાનાર ક્રિકેટ ટુર્નામેન્ટનું આમંત્રણ પણ પાઠવ્યું

હળવદ : હળવદ શહેરમાં એકપણ સારું રમતગમતનું મેદાન ન હોવાથી રમતવીરોને ભારે હાલાકી ભોગવવી પડે છે. ખાસ કરીને ક્રિકેટનો ક્રેઝ વધુ હોય પણ ક્રિકેટનું સારું મેદાન ન હોવાથી અગણિત પ્રતિભાઓ મુરજાય રહી છે.તેથી હળવદમાં સારું રમત ગમતનું મેદાન બનાવવાની માંગ સાથે યુવાનોએ ગૃહમંત્રી અને ધારાસભ્યને રૂબરૂ રજુઆત કરી હતી.

હળવદમાં નિયમિત ક્રિકેટ રમતા અને ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરતા યુવાનોએ આજે રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી અને હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાની ગાંધીનગર ખાતે રૂબરૂ મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન હળવદના ક્રિકેટ પ્રેમી યુવાનોએ હળવદમાં એકપણ સારું ક્રિકેટ ગ્રાઉન્ડ ન હોય તેથી રમતવીરોને હાલાકી પડતી હોય ક્રિકેટરોની પ્રતિભા વધુ વિકસાવવા યોગ્ય ક્રિકેટનું મેદાન જરૂરી હોવાનો ભાર મૂકી તાત્કાલિક હળવદમાં નવું ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવાની રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી અને હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાને રજુઆત કરી હતી. સાથેસાથે આગામી તારીખ ૨૫ માર્ચ થી હળવદ હાઈવે પર આવેલ રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે શરૂ થનાર ક્રિકેટ ટુર્નામેન્ટનું આમંત્રણ પણ પાઠવ્યું હતું.

- text

- text