ચરાડવા નજીક ટ્રાવેલ્સને આંતરી હુમલો કરવાના બનાવમાં 8 સામે ગુનો નોંધાયો

- text


હળવદ : હળવદ તાલુકાના ચરાડવા ગામ નજીક આવેલ ધાવડી પેટ્રોલ પંપ સામે શનિવારની મોડી રાત્રે મોરબીના પીપળી ગામનો ડાભી પરિવાર અમદાવાદ થી મામેરુ ભરી પરિવાર સાથે પરત ટ્રાવેલ્સમાં આવી રહ્યો હતો ત્યારે ચા પાણી પીવા ઊભા રહેતા ત્યાં એક શખ્સ ગાળો બોલતો હોય જેને ટપારતા ઉશ્કેરાયેલા શખ્સે અન્ય લોકોને બોલાવી ટ્રાવેલ્સનો પીછો કરી પથ્થરમારો કરી હુમલો કર્યો હતો. આ બનાવમાં ટ્રાવેલ્સમાં સવાર-આઠ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાને લઇ હળવદ પોલીસે કુલ આઠ વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના પીપળી ગામે રહેતા ડાભી પરિવારના 70 જેટલા લોકો અમદાવાદ મામેરાના પ્રસંગમાં ગયા હતા અને મામેરુ ભર્યા બાદ પરત આવી રહ્યા હતા ત્યારે ચરાડવા નજીક આવેલ ધાવડી પેટ્રોલ પંપની પાસે ખેતલાઆપા ટી સ્ટોલ ખાતે ચા પાણી પીવા ઊભા રહ્યા હતા આ વેળાએ ઇમરાન નામનો શખ્સ ગાળો બોલતો હોય જેથી ડાભી પરિવારના લોકોને તેને ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલા ઈમરાને અન્ય લોકોને બોલાવી ટ્રાવેલ્સ ને રસ્તા વચ્ચે આંતરી લાકડી,લોખંડના પાઇપ,લોખંડનું ધાર્યું,પથ્થરો વડે હુમલો કર્યો હતો જેમાં આઠ લોકોને ઈજા પહોંચી હતી.

- text

આ બનાવમાં મોરબી તાલુકાના પીપળી ગામે રહેતા ભાણજીભાઈ વશરામભાઈ ડાભી જાતે ભરવાડ ઉંમર વર્ષ 32 એ ચરાડવા ગામના ઇમરાનભાઈ ગગાભાઈ જામ,સદામ ગુલ મોહમ્મદ ભટી તેમજ અન્ય છ વિરુદ્ધ બાઈક તેમજ એક બ્લુ કલરની સ્વીફ્ટ કાર લઈ હુમલો કર્યો હોવાની હળવદ પોલીસ થકે ફરિયાદ નોંધાવી છે.

જેથી પોલીસ દ્વારા આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ 143,147,148 341,427,323,337,504,506 (2) તથા જી.પી એક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

- text