જૂના દેવળીયા સરકારી હાઈસ્કૂલમાં એડોલેશન હેલ્થ એન્ડ વેલનેસ ડેની ઉજવણી 

- text


વિદ્યાર્થીઓમાં જાગૃતિ આવે તે હેતુથી ચિત્ર સ્પર્ધા યોજાઈ

મોરબી: મોરબી જિલ્લાના હળવદ તાલુકાની જૂના દેવળીયા સરકારી હાઈસ્કૂલમાં એડોલેશન હેલ્થ એન્ડ વેલનેસ ડેની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત શાળામાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

હળવદ તાલુકાના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર જૂના દેવળીયા દ્વારા જૂના દેવળિયા સરકારી હાઈસ્કૂલ ખાતે એડોલેશન હેલ્થ એન્ડ વેલનેશ ડે ઉજવણી ના ભાગ રૂપે RKSK પ્રોગ્રામ અંતર્ગત વિદ્યાર્થીઓમાં જાગૃતિ આવે તે હેતુથી ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં શાળા ના ૩૭ વિદ્યાર્થીઓ એ ભાગ લઈ પોતાની આવડત મુજબ ચિત્રો કંડાર્યા હતા.

રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ (RKSK) અંતર્ગત શાળા ના વિદ્યાર્થીઓ માં જાગૃતિ આવે એ હેતુથી MPHW રાહુલભાઈ દ્વારા આ તકે વિશેષ સમજૂતી આપવામાં આવી હતી .જેમાં તરૂણાવસ્થા દરમ્યાન થતા શારીરિક ફેરફાર,માનસિક તણાવ થી કઈ રીતે બચવું, વ્યસનમુક્તિ, પૌષ્ટિક આહાર અને વ્યાયામ તથા FHW બંસીબેન દ્વારા વિદ્યાર્થીનીઓને સુરક્ષિત અને અસુરક્ષિત સ્પર્શને ઓળખવો અને પીરીયડ દરમ્યાન રાખવાની થતી સ્વચ્છતા અને પૌષ્ટિક આહાર વિશે માર્ગદર્શન આપ્યું હતું. ચિત્ર સ્પર્ધાના વિજેતાઓને પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહક શૈક્ષણીક ઇનામ આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સફળ બનાવવા મેડિકલ ઓફિસર ડો.નિશા પાડલીયાના માર્ગદર્શન હેઠળ સુપરવાઈઝર બસિયાભાઈ,એમ.પી.એચ.ડબ્લ્યુ રાહુલભાઈ, FHW બંસીબેન તેમજ શાળાના સ્ટાફે જહેમત ઉઠાવી હતી તેમ શાળાના આચાર્યે જણાવ્યું હતું.

- text

- text