હળવદ માર્કેટ યાર્ડના વિસ્તરણ માટે જગ્યા ફાળવો : ધારાસભ્યની સીએમને રૂબરૂ રજુઆત

- text


 

ધારાસભ્ય પ્રકાશ વરમોરા સહિત ભાજપના આગેવાનોએ મુખ્યમંત્રીની મુલાકાત લીધી

હળવદ : રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને આજે હળવદ-ધાંગધ્રાના ધારાસભ્ય સહિત ભાજપના આગેવાનો દ્વારા રૂબરૂ મળી હળવદ માર્કેટ યાર્ડની બાજુની જગ્યા વહેલી તકે યાર્ડને આપવામાં આવે તે માટે ભારપૂર્વક રજૂઆત કરી હતી.

હળવદ માર્કેટ યાર્ડમાં મોટાભાગે કપાસ, ધાણા,જીરું,મગફળી સહિતની જણસીની મોટા પ્રમાણમાં આવક નોંધાતી હોય છે. હાલ ધાણાની વધુ આવક હોવાના કારણે બે-બે દિવસ સુધી હરરાજી કાર્ય ચાલે છે સાથે જ ખેડૂતોને માર્કેટયાર્ડથી હાઇ-વે સુધી લાઈનોમાં વાહનો રાખવા પડે છે તેની સાથે સાથે માર્કેટયાર્ડમાં હાલ જે જગ્યા છે તે પણ ભરાઈ જતી હોય જેથી માર્કેટ યાર્ડની બાજુની જગ્યા ફાળવવા માટે અગાઉ રજૂઆતો કરવામાં આવી હતી.

- text

જોકે આ કામગીરી ઝડપથી કરવામાં આવે અને ખેડૂતોના હિતમાં રાજ્ય સરકાર વહેલી તકે માર્કેટયાર્ડને જગ્યા ફાળવે તે માટે આજે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને ધાંગધ્રા-હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા,પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડિયા,હળવદ યાર્ડના ચેરમેન રણછોડભાઈ પટેલ,ભાજપ અગ્રણી રજનીભાઈ સંઘાણી,ઘનશ્યામભાઈ ગોહિલએ રૂબરૂ મળી રજૂઆત કરી વહેલી તકે રાજ્ય સરકાર માર્કેટયાર્ડને જગ્યા ફાળવે તે માટે રજુઆત કરી હતી.

- text