મોરબીના લાલપર નજીક પાણી ચોરી કરતું ટેન્કર કેનાલમાં ખાબકયું

- text


મોરબી : મોરબીના લાલપર નજીક કેનાલમાંથી ગેરકાયદેસર રીતે પાણી ચોરી કરવા આવેલ ટેન્કર માટીમાંથી લપસીને કેનાલમાં ખાબકતા પાણી ચોરી કરતા તત્વો દ્વારા તાકીદે ક્રેઇન બોલાવી ટેન્કરને બહાર કાઢવા તજવીજ શરૂ કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ આજે સાંજના સુમારે લાલપર નજીક સોનેટ અને સોલો સિરામિક કારખાના પાસે કેનાલમાંથી ગેરકાયદેસર રીતે પાણી ચોરી કરી રહેલ એક ટેન્કર પલ્ટી ખાઈને સીધું કેનાલમાં ખાબકયું હતું. જો કે આ ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર સપડયા નથી પરંતુ પાણી ચોરીનો ભાંડો ન ફૂટે તે માટે તાત્કાલિક ક્રેઇન વડે ટેન્કરને કેનાલ બહાર કાઢવા કોશિશ કરવામાં આવી હતી.

- text

- text