હળવદના બિમાર વૃદ્ધાને તાત્કાલિક આયુષ્માન કાર્ડની પ્રક્રિયા કરી માનવતાના દર્શન

- text


ભાજપ અગ્રણી અને સેવાભાવી આગેવાને ધ્યાન દોરતા ઓપરેટરે ઘેર બેઠા સરકારી સવલત આપી

મોરબી : હળવદના બીમાર વૃધ્ધાની સારવાર શુશ્રુષા માટે સરકારી યોજના આયુષ્યમાન ભારતનો લાભ મળી શકે તે હેતુથી સેવાભાવી કર્મચારી મેહુલભાઈ બાબરીયાએ બીમાર વૃદ્ધાના ઘરે જઈને જરૂરિયાતના સમયે આયુષ્માન કાર્ડ કાઢી આપવાની પ્રક્રિયા કરી આપીને માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

હળવદ શહેરના એક વૃદ્ધા બીમાર હોઈ સાથે જ જરૂરી કચેરીએ આયુષ્યમાન કાર્ડ કઢાવવા આવી શકે તેમ ન હોય તેઓ પાસે સારવારના ખર્ચાની કોઈ સગવડ પણ ન હોવાની જાણકારી સામાજિક કાર્યકર અજ્જુભાઈ ઠાકોર અને ભાજપ અગ્રણી તપનભાઈ દવેને થતા તેઓએ આ અંગે મેહુલભાઈ બાબરીયાનો સંપર્ક કર્યો હતો અને વૃદ્ધા પથારીવશ હોઈ આયુષ્માન કાર્ડ કઢાવવા કચેરી સુધી જઈ શકે તેમ ન હોવાથી આયુષ્માન કાર્ડ કાઢતા કર્મચારી મેહુલભાઈ બાબરીયાએ માનવતા દાખવીને તાત્કાલિક વૃદ્ધાને સારવાર મળી રહે તે માટે તેઓના ઘરે જઈને આયુષ્માન કાર્ડ કાઢવાની ઓનલાઈન પ્રક્રિયા કરી આપી હતી.

- text

- text