મોરબીમાં સગીરાને પત્નીની જેમ સાથે રાખી પ્રેમીએ દગો દીધો

- text


પાંચ વર્ષ સુધી શારીરિક શોષણ કરી પતિ પત્ની તરીકે સાથે રહયા અને સગીરા પુખ્ત થતા જ પ્રેમી ભાગ્યો : પ્રેમીના ભાઈએ ધમકી આપતા બન્ને વિરુદ્ધ ફરિયાદ

મોરબી : મોરબીમાં બ્યુટી પાર્લર ધરાવતી યુવતીએ સગીરા અવસ્થા દરમિયાન પાંચ વર્ષ સુધી લગ્નની લાલચે દેહ અભડાવનાર પ્રેમીએ હવે પોતે પુખ્ત બની હોવા છતાં લગ્ન નહિ કરી પત્નીની જેમ રાખ્યા બાદ તરછોડી દેનાર રફાળેશ્વરના પ્રેમી વિરુદ્ધ પોકસો સહિતની કલમો મુજબ ગુન્હો નોંધાવ્યો છે. સાથે જ પ્રેમીના ભાઈએ પણ આ યુવતીને ગાળો આપી ધમકી આપતા હાલમાં તાલુકા પોલીસે બન્ને વિરુદ્ધ ભારેખમ કલમો અન્વયે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીમા રહેતી અને બ્યુટીપાર્લર ચલાવતી યુવતીએ મોરબી તાલુકા પોલીસ મથકમાં રફાળેશ્વર ખાતે રહેતા પ્રતિપાલસિંહ મહેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે આરોપી પ્રતિપાલસિંહે પાંચ વર્ષ પૂર્વે સગીરાવસ્થા દરમિયાન લગ્નનની લાલચ આપી પત્નીની જેમ સાથે રાખ્યા બાદ પોતે પુખ્ત થતા લગ્ન કરવાનું કહેતા ત્રણ મહિનાથી આરોપી પ્રતિપાલસિંહ તેણીને છોડી ચાલ્યો ગયો છે. આ ઉપરાંત પોતાના પ્રેમી પ્રતિપાલસિંહ અંગે આરોપી જયદીપસિંહ મહેન્દ્રસિંહ ઝાલાને ફોન કરી પૂછતાં જયદીપસિંહે યુવતીને ગાળો આપી ધમકી આપી હોવાનું જાહેર કર્યું હતું.

આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ 376 (2)એન, 504, 506 તેમજ પોકસો એકટ અન્વયે ગુન્હો નોંધી આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

- text