રક્ત દાન મહાદાન ! મોરબીમાં ખરા સમયે રક્તદાન કરતા સેવાભાવીઓ

- text


મોરબી : મોરબીની હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને ઇમરજન્સી રક્તની જરૂરિયાત ઉભી થતા સેવાભાવીઓએ બે અલગ અલગ કિસ્સામાં તુરંત જ રક્તદાન કરીને અમૂલ્ય મહામૂલી જિંદગી બચાવી હતી.

મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે આજે તારીખ 22/02/2023ના રોજ તાત્કાલિક બ્લડની જરૂરિયાત એક ગરીબ પરિવારને ઊભી થતાં શિક્ષક કુશભાઈ દિનેશચંદ્ર અંતાણી (શિક્ષક-જુના જાંબુડીયા પ્રાથમિક શાળા- મોરબી)ને યુવા-આર્મી ગ્રુપ દ્વારા જાણ કરતાં કુશભાઈએ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ (મોરબી) જઈને રક્તદાન કર્યું હતું. કુશભાઈ નિયમિત રીતે રક્તદાન કરી માનવતા મહેકાવતા રહે છે. આ તેમનું ૨૭મું રક્તદાન હતું.

જ્યારે બીજા કિસ્સામાં વહેલી સવારે પ્રસુતિ કેસમા પ્રસુતાને લોહીની જરૂર હોય યંગ ઇન્ડિયા ગ્રુપની રક્તદાન મુહિમ “લોહીમાં છે માનવતા”માં જોડાઈને મુરલીભાઈ તુલસીયાની અને અજયભાઈ વાજા રક્તદાન કરી દર્દીની મહામૂલી જિંદગી બચાવવામાં મહત્વનું યોગદાન આપવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

- text

- text