હળવદમાં વૈશ્વિક સુખાકારી માટે વિજ્ઞાન ડ્રોઈંગ સ્પર્ધા યોજાઈ

- text


હળવદ : આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર, મોરબી દ્વારાં માતૃભાષા દિવસ તથા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ-23ની ઉજવણીનાં ભાગરૂપે એલ.એન.મહેતા ગર્લ્સ & શ્રી વી. એમ. મહેતા સ્કૂલ હળવદ ખાતે ડ્રોઈંગ સ્પર્ધા,બાંધણીની બનાવટ તથા રોકેટ સાયન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ-23 તથા વિશ્વ માતૃભાષા દિવસનાં અનુસંધાને ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર દ્રારા સંચાલિત આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્રારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ-23 મુખ્ય વિષય વૈશ્વિક સુખાકારી માટે વૈશ્વિક વિજ્ઞાનની ઉજવણી કરી રહ્યુ છે જેમા એલ એન મહેતા ગર્લ્સ હાઈસ્કૂલ & વી. એમ. મહેતા સ્કૂલ હળવદ ખાતે વૈશ્વિક સુખાકારી માટે વૈશ્વિક વિજ્ઞાન ડ્રોઈંગ સ્પર્ધા, રોકેટ સાયન્સ જેમાં વિદ્યાર્થિનીઓ દ્વારા આપવામાં આવેલા મટીરીયલમાંથી જાતે રોકેટ બનાવી રોકેટ સાયન્સની વિસ્તૃત જાણકારી આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબીના કો ઓર્ડીનેટર દિપેનભાઈ ભટ્ટ દ્વારા આપવા માં આવી હતી.

દેશના વડાપ્રધાન દ્રારા દેશમાં મહિલાઓમાં છુપાયેલી સુષુપ્ત શક્તિઓ ઉજાગર કરવા માટે આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારા વિદ્યાર્થિનીઓને વિવિધ બાંધણીની ડિઝાઇન કઈ રીતે બનાવવામા આવે છે તેની વિસ્તૃત માહિતી આપી તેમજ વિદ્યાર્થિનીઓને જાતે બનાવવા પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી વિદ્યાર્થીનીઓ માટે ગોઠવવામાં આવેલી સ્પર્ધામા ભાગ લીધેલા તમામ વિદ્યાર્થીનીઓને પ્રમાણ પત્ર તેમજ સુંદર નિબંધ તેમજ ડ્રોઈંગને એકથી ત્રણ નંબર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.સમગ્ર કાર્યક્રમ દરમિયાન એલ એન મહેતા ગલ્સ હાઈસ્કૂલ & વી.એમ.મહેતા સ્કૂલ હળવદના પ્રિન્સીપાલ એસ.એસ.ભટ્ટ તેમજ તમામ શાળા સ્ટાફ દ્વારા સહકાર આપવામાં આવ્યો શાળામાં કાર્યક્રમ રાખવા બદલ તમામ ટ્રસ્ટીઓ અને શાળા પરિવારે આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબીનો આભાર વ્યક્ત કર્યો હતો.

- text

- text