ટંકારામાં દારૂની હેરાફેરી કરવાના ગુન્હામાં ફરાર બુટલેગર ઝડપાયો

- text


મોરબી : ટંકારામાં ઇંગ્લીશ દારૂના ગુનામાં છેલ્લા છએક માસથી નાસતા ફરતા આરોપીને મોરબીની લોકલ ક્રાઈમ બ્રાંચએ ઝડપી લીધો હતો.

મોરબીના એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કોડ, સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓને પકડવા સારૂ પ્રયત્નશીલ હતા. તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કોડના પો.હેડ કોન્સ, જયવંતસિંહ ગોહીલ, દશરથસિંહ ચાવડાને ખાનગી રાહે હકિકત મળેલ કે, ટંકારામાં ઇંગ્લીશ દારૂની હેરાફેરીના ગુનામાં નાસતો ફરતો આરોપી ક્રિપાલસિંહ ખુમાનસિંહ જાડેજા રહે. પીઠડ તા.જોડીયા જી.જામનગર વાળો લજાઇ ચોકડી ખાતે ઉભેલ હોવાની હકિકત મળતા સ્ટાફ સાથે લજાઇ ચોકડી ખાતે વોચ તપાસ કરતા ઉપરોકત ગુનાના કામે નાસતો ફરતો આરોપી ક્રિપાલસિંહ સાઓ ખુમાનસિંહ બાબુભા જાડેજા ઉ.વ. ૩૨ રહે. પીઠડ તા.જોડીયા જી.જામનગર વાળો મળી આવેલ પરંતુ આરોપીને અટક કરવા પહેલા કોવીડ-૧૯ અંતર્ગત મેડીકલ તપાસણી કરાવવી જરૂરી હોય જેથી આરોપીને ઉપરોકત ગુનાના કામે હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે ટંકારા પો.સ્ટે.ને સોપવા કાર્યવાહી હાથ ધરેલ છે.

- text

- text