ત્રિપલ મર્ડર કેસમાં કાબિલેદાદ કામગીરી કરતા વિરપરના વતની PSI રાજદીપસિંહ જાડેજા

- text


આરોપીને ઝડપી લઈ ફક્ત પાંચ દિવસમાં 1008 પાનાનું ચાર્જશીટ રજૂ કરી સુરેન્દ્રનગર પોલીસે

મોરબી : સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ફુલગ્રામ ગામના ચકચારી ત્રિપલ મર્ડર કેસમાં સુરેન્દ્રનગર પોલીસે કાબિલેદાદ કામગીરી કરી હત્યારાને ઝડપી લીધા બાદ ઝડપી ન્યાય માટે ફક્ત પાંચ જ દિવસમાં 1008 પાનાનું ચાર્જશીટ રજુ કરી સજ્જડ પુરાવાઓ કોર્ટ સમક્ષ રજૂ કર્યા છે. જો કે, કઠિન કામગીરી જિલ્લા પોલીસવડા અને નાયબ જિલ્લા પોલીસવડાના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના વિરપર ગામના વતની અને વાંકાનેર ખાતે અભ્યાસ કરી પોલીસ સબ ઇન્સ્પેકટર બનેલા રાજદીપસિંહ જાડેજાએ કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગત.તા.6 ફેબ્રુઆરીના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ફુલગ્રામ ગામે શેરીમાંથી પસાર થતી ગટર બાબતે ઝઘડો કરી આરોપી અગરસગં નાગજીભાઈ માત્રાણીયાએ હમીરભાઇ કેહરભાઇ મેમકીયા તેમના પુત્ર ધર્મેન્દ્રભાઈ હમીરભાઇ મેમકીયા અને પુત્રવધુ દક્ષાબેન ધર્મેન્દ્રભાઈ મેમકીયાએ નિર્મમ હત્યા કરતા બે બાળકોએ માતાપિતાનો સહારો ગુમાવી નિરાધાર બનતા સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા હરેશ દુધાત, નાયબ જિલ્લા પોલીસવડા વી.બી.જાડેજા, એચ.પી.દોશી દ્વારા આ ગંભીર કેસમાં ત્વરિત પગલાં ભરવા જોરાવરનગર પોલીસ મથકના પીએસઆઇ આર.જે.જાડેજા (રાજદીપસિંહ જાડેજા)ને તપાસ સોંપી ઝડપી તપાસ માટે આદેશ આપ્યો હતો.

- text

દરમિયાન મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના વિરપર ગામના વતની અને વાંકાનેર ખાતે અભ્યાસ કરી પોલીસ સબ ઇન્સ્પેકટર બનેલા રાજદીપસિંહ જાડેજાએ કેસની ગંભીરતા જોતા જિલ્લાની ચુનંદા પોલીસ ટીમની મદદ લઈ એફએસએલ, ટેક્નિકલ અને મેડિકલ પુરાવા સાથે આઠ પંચનામા અને કુલ 67 સાહેદોનાં નિવેદન મેળવી ફક્ત પાંચ જ દિવસમાં 1008 પાનાનું ચાર્જશીટ આરોપી વિરુદ્ધ રજૂ કરી ભોગ બનનાર પરિવારને ઝડપી ન્યાય મળે તે માટે કાબિલેદાદ કામગીરી કરી હતી.

- text