મોરબીના સેનવા સમાજના યુવાનો દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ 

- text


મોરબી: મોરબીના સેનવા સમાજના યુવાનો દ્વારા ટેનિસ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન વાવડી ખાતે આવેલા સરદાર પટેલ સ્ટેડિયમમાં કરવામાં આવ્યું હતું.

જેમાં શકત શનાળા અને રાજપર ટીમ વચ્ચે ફાઈનલ મુકાબલો યોજાયો હતો. આ ફાઇનલ મુકાબલામાં ભારે રસાકસી બાદ છેલ્લી ઓવરના પાંચમા બોલ પાર શકત શનાળા ટીમનો વિજય થયો હતો. ફાઇનલ મુકાબલામાં સમાજના અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા. તેમજ આ આયોજન બદલ સમાજના અગ્રણીઓ દ્વારા યુવાનોને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું અને આગામી દિવસમોમાં આવા આયોજન કરતા રહે તેવું પણ જણાવ્યું હતું.

- text

- text