મોરબી રાજપૂત સમાજ અને ટ્રક- ટ્રાન્સપોર્ટ એસો.એ જયસુખ પટેલને લઈ નિવેદન કર્યું જાહેર

- text


મોરબી : મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના આરોપી એવા જયસુખ પટેલના સમર્થનમાં આગેવાનો અને સંસ્થાઓ સોશિયલ મીડિયા ઉપર આવી રહ્યા છે. ત્યારે રાજપૂત સમાજ અને ટ્રક- ટ્રાન્સપોર્ટ એસો.એ જયસુખ પટેલને લઈ નિવેદન કર્યું જાહેર છે.

મોરબી ટ્રક ટ્રાન્સપોર્ટ એસો.એ નિવેદન જાહેર કર્યું છે કે જે વ્યકતી સમાજમાં કોઈપણ ધર્મ કે જ્ઞાતી જોયા વગર ફકત સામાજીક હીતો માટે રોજગારીની તકો પુરી પાડતા હોય,સમુહ લગ્ન જેવા દરેક સમાજે બીરદાવા જેવા ઉમદા કાર્યો કરતા હોય, કન્યાશીક્ષણ માટે ડોનેશનો કરતા હોય તેવા સમાજસેવી જયસુખભાઈએ મોરબીની અસ્મીતા સાચવવા ઝુલતાપુલની જવાબદારી સંભાળી તેમા તેમનો કોઈનુ નુકસાન કરવાનો કે પૈસા કમાવવાનો કોઈ ઈરાદો ન હતો. તારીખ ૩૦ ઓકટોબરે ઝુલતાપુલની જે ઘટના બની તે દરેક માટે બહુ જ દુઃખદ છે. આ ઘટના જાણીજોઈને કે ઈરાદાપુર્વક બનેલી ઘટના નથી ત્યારે સમાજમાં આ પ્રકારના કામો કરતા હોઈ તે તમામ માટે આપણે સહુ સહાનુભુતી નહીં બતાવીએ, સાથે નહી ઉભા રહીએ તો સમાજ માટે સારા કામ કરતા સમાજસેવીઓ સમાજના કામો માટે આગળ આવશે નહીં.આપણે સહુ જયસુખભાઈ માટે પ્રાથના કરીએ કે તેઓ આ આપત્તીમાથી ઝડપથી બહાર આવે.

- text

મોરબી રાજપૂત સમાજે નિવેદન જાહેર કર્યું છે કે હાલમાં જે સોશ્યલ મિડીયા પર એક ટ્રેન્ડ ચાલુ થયો છે ને જયસુખભાઈ પટેલ વિરૂધ્ધ જેમ તેમ સ્ટેટમેન્ટ મુકાય છે તે જરા પણ વ્યાજબી ન કહેવાય. જે વ્યકતિ એ કોઈપણ સ્વાર્થ કે ઘર્મ કે જ્ઞાતિ જોયા વગર સમાજીક હીત માટે રોજગારી પુરી પાડી છે તેમજ ઘણા બધા સામાજીક કાર્યો કરેલ છે. એ જયસુખભાઇ એ મોરબીની અસ્મીતા માટે ઝુલતા પુલની જવાબદારી લીધી હશે તેને કોઇને નુક્શાન કરવા કે પૈસા કમાવા માટે કોઈ ઈરાદો ન હોઈ શકે. તા. ૩૦ ઓકટોબર ર૦રર ની જે ઝુલતા પુલની ઘટના તે ખુબજ દુઃખદ ઘટના હતી તેના પ્રત્યે બધાને ખુબજ સંવેદના છે. સાથે સાથે સમાજીક કાર્યકર્તા લોકો સાથે પણ સાહનાભુતિ રાખવી જોઈએ. હાલની તમામ પ્રક્રિયા ન્યાય કોર્ટમાં હોય માટે બીજી કોઈજ ટીપણી કર્યા વિના ન્યાય તંત્ર પર ભરોસો રાખવો જોઈએ. જયસુખભાઈ પટેલ જલ્દીથી આમાંથી બહાર આવે તેવી પ્રાર્થના.

- text