મોરબીમાં વરિયા પ્રજાપતિ સમાજ દ્વારા સૌના ઘરે સમૂહલગ્નનું આયોજન

- text


16મીએ 17 દીકરીઓએ પોત પોતાના પિતાના ઘરેથી લગ્નગ્રંથિથી જોડાયને દાંપત્યજીવનની શરૂઆત કરશે

મોરબી : મોરબીમાં વરિયા પ્રજાપતિ સમાજ દ્વારા કોરોના કાળ દરમિયાન કરવામાં આવેલી સૌના ઘરે સમૂહલગ્નની પહેલને આ વખતે પણ યથાવત રાખીને આગામી 16 ફ્રેબ્રુઆરીએ સોના ઘરે સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 17 દીકરીઓએ પોત પોતાના પિતાના ઘરેથી લગ્નગ્રંથિથી જોડાયને દાંપત્યજીવનની શરૂઆત કરશે.

મોરબી વરિયા પ્રજાપતિ જ્ઞાતિ દ્વારા આગામી 16ના રોજ 36માં સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે વરિયા પ્રજાપતિ સમાજના અગ્રણીઓ પ્રવીણભાઈ મોહનભાઇ વારનેશિયા, ગોકળભાઈ ભોરણીયા, ઈશ્વરભાઈ નારણીયા તેમજ નાથાભાઈ સવાડિયાએ જણાવ્યું હતું કે, કોરોના કાળ દરમિયાન વરિયા પ્રજાપતિ સમાજે ભીડ ન થાય તે માટે જાહેરમાં સમૂહલગ્ન ટાળીને સૌના ઘરે સમૂહલગ્નનું બે વર્ષ સુધી આયોજન કર્યું હતું. જેમાં સમૂહલગ્નમાં જોડાનાર દીકરીઓના તેના પિતાના ઘરેથી ધામધૂમથી લગ્ન કરવામાં આવે છે અને એનો સઘળો ખર્ચ તેમજ કરિયાવર વરિયા પ્રજાપતિ સમાજ સમિતિ દ્વારા દરેક દીકરીઓને પહોંચાડવા આવે છે. કરિયાવરમાં ભગવત ગીતાથી માંડીને સોના ચાંદીના દાગીના સહિતની 86 થી વધુ અમૂલ્ય ભેટ સોગાદ આપવામાં આવે છે. દરેક દીકરીના લગ્ન તેમના ઘરે વાજતે ગાજતે થાય છે. આમ પણ દરેક મા બાપનું સપનું હોય છે કે તેમના ઘરેથી દીકરીના ધામધૂમથી લગ્ન થાય અને ત્યાંથી કન્યા વિદાય થાય. આવા હેતુને કારણે દરેક વખતે સમૂહલગ્નમાં જોડાનાર દીકરીઓના તેમના ઘરેથી લગ્ન કરવામાં આવે છે અને આ સૌના. ઘરે સમૂહલગ્નને સારો પ્રતિસાદ મળતા આ વખતે કોરોના કાળ ન હોવા છતાં પણ આગામી 16મીએ 36માં સોના ઘરે સમૂહલગ્નનું આયોજન કર્યું છે. જેમાં 17 દીકરીઓ તેમના ઘરેથી લગ્નગ્રંથિથી જોડાશે અને અગાઉની જેમ જ કરિયાવર મોકલી આપવામાં આવશે.

- text

- text