સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં માસ્ટર ઓફ ફિઝીયોથેરાપી ક્ષેત્રે મોરબીને મળ્યો પ્રથમ ગોલ્ડ મેડલ

- text


મોરબી : સૌરાષ્ટ્રની જાણીતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં માસ્ટર ઓફ ફિઝીયોથેરાપી ક્ષેત્રે મોરબી જિલ્લાને પ્રથમ ગોલ્ડ મેડલ મળ્યો છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 57માં પદવીદાન સમારોહમાં માસ્ટર ઓફ ફિઝીયોથેરાપી ક્ષેત્રે સમગ્ર યુનિવર્સિટીમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર મોરબીના ડૉ. ચેતન નિતિનભાઈ ઘોરેચાને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની વર્ચ્યૂઅલ ઉપસ્થિતિમાં શિક્ષણમંત્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો. ડો. ચેતન ઘોરેચાએ મોરબી જિલ્લાને માસ્ટર ઓફ ફિઝીયોથેરાપી ડિગ્રીમાં પ્રથમ ગોલ્ડ મેડલ અપાવીને ગૌરવ વધાર્યું છે.

- text

- text