મોરબી ભડીયાદ રોડ ઉપર ટાઇલ્સ ફેકટરીમાં આગ

- text


અમુલ ટાઇલ્સ નામના કારખાનામાં ભંગારમાં આગ લાગી : ત્રણથી ચાર કલાક બાદ આગ કાબુમાં આવી

મોરબી : મોરબી શહેરના ભડીયાદ રોડ આવેલ એક ટાઇલ્સ ફેકટરીમાં ભંગાર માલસામાનમાં ગત મોડીરાત્રે આગ લાગતા મોરબી ફાયર બ્રિગેડ ટીમ દ્વારા ત્રણથી ચાર કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી.

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના સામાકાંઠે ભડીયાદ રોડ ઉપર આવેલ પ્લેટિન ટાઈલ્સની બાજુમાં આવેલ અમુલ ટાઇલ્સ નામની ફેકટરીમાં પ્લાસ્ટિક સહિતના ભંગાર માલસામાનમાં ગત રાત્રીના દસેક વાગ્યાના અરસામાં કોઈ કારણોસર આગ લગતા જ પળવારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા મોરબી ફાયર બ્રિગેડને કોલ આવ્યો હતો. બાદમાં ફાયર બ્રિગેડ ટીમે ત્રણથી ચાર કલાક સુધી પાણીનો મારો ચલાવી આગને બુઝાવી હતી. જો કે સદભાગ્યે આગની આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હોવાનું જાણવા મળે છે.

- text

- text