હળવદમાં બાંગ્લાદેશી શખ્સની ધરપકડ કરી આકરી પૂછપરછ

- text


સ્થાનિક પોલીસ બાદ હવે બાંગ્લાદેશથી હળવદ શુ કામ આવ્યો તે અંગે આ શખ્સની સઘન તપાસ કરતી એસઓજીની ટીમ

હળવદ : હળવદ શહેરમાંથી સ્થાનિક પોલીસે બે દિવસ પહેલા એક બાંગ્લાદેશી શખ્સની અટકાયત કરીને ઊડી પૂછપરછ કરી હતી. જો કે હવે આ શખ્સને મોરબી એસઓજીની ટીમે ઉપાડીને મોરબી લઈ આવી બાંગ્લાદેશથી હળવદ શુ કામ આવ્યો તે અંગે આ શખ્સની સઘન તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ શહેરની મેઈન બજારમાં આવેલ દરબાર નાકા પાસે બે દિવસ પહેલા આશરે 35 વર્ષની ઉંમરનો બાંગ્લાદેશી શખ્સ શંકાસ્પદ હાલતમાં રખડતો ભટકતો હોવાની સ્થાનિક લોકોએ હળવદ પોલીસને જાણ કરતા હળવદ પોલીસે તુરંત જ ત્યાં દોડી જઈને આ બાંગ્લાદેશી શખ્સની અટકાયત કરી હળવદ પોલીસ મથકે લઈ જઈને બે દિવસ સુધી ઉડી પૂછપરછ કરી હતી. આ અંગેની વધુ તપાસ માટે મોરબી એસઓજીની ટીમે હળવદથી બાંગ્લાદેશી શખ્સને ઉપાડી મોરબી લઈ આવીને આકરી પૂછપરછ શરૂ કરી છે. હાલ એસઓજીની ટીમ ક્યાં ઇરાદે બાંગ્લાદેશથી ભારતમાં ઘૂસ્યો ? તેનો કોઈ બદઈરાદો છે કે કેમ ? તેની કડી મેળવવા મથામણ કરી રહી છે.

- text

સુત્રોમાંથી જાણવા મળતી વિગતો અનુસાર બાંગ્લાદેશથી આ શખ્સ ત્રણ મહિનાથી ભારતમાં આવ્યો હતો અને રખડતો ભટકતો ટ્રેન મારફત હળવદ પહોંચ્યો હતો.જો કે આ શખ્સે ગેરકાયદે ઘૂસણખોરી કરી હોવાનું પ્રાથમિક તારણમાં જણાય રહ્યું છે અને હળવદ આવ્યા બાદ સ્થાનિકોની મદદથી પોલીસની ઝપટે ચઢ્યો છે. ત્યારે હવે એસઓજીની તપાસમાં આ શખ્સે ગેરકાયદે બાંગ્લાદેશમાંથી ભારતમાં કેવી રીતે અને શું કામ ઘૂસણખોરી કરી તે અંગેની સંપૂર્ણ વિગતો બહાર આવશે.

- text