જીવડાં પડે જીવડાં… મોરબીમાં 30-30 ટકા વ્યાજ વસૂલી પઠાણી ઉધરાણી

- text


મંડપ સર્વિસના ધંધાર્થી વ્યાજના વિષચક્રમાં ફસાતા ત્રણ શખ્સ વિરુદ્ધ એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાઈ 

મોરબી : મોરબીના આલાપ રોડ ઉપર વજેપરમા રહેતા મંડપ સર્વિસના ધંધાર્થી બે શખ્સ પાસેથી 30-30 ટકા અને એક શખ્સ પાસેથી 12 ટકા વ્યાજે નાણાં લઈ વ્યાજ પેનલ્ટી સાથે રકમ ચૂકવવા છતાં વ્યાજખોરોએ ગાળાગાળી કરી કોરા ચેક બળજબરીપૂર્વક પડાવી લેતા વ્યાજના વિષચક્રમાં ફસાયેલા ધંધાર્થીએ વ્યાજખોર ત્રિપુટી વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

જાણવા મળતી વિગતો મુજબ મોરબી શહેરના આલાપ રોડ ઉપર રહેતા મંડપ સર્વિસના ધંધાર્થી જેઠાભાઇ જીવરાજભાઇ સોનગરાએ પોલીસ સમક્ષ વ્યાજખોરોની ચામડાતોડ વ્યાજ વસુલાત અંગે વિગતો આપતા જાહેર કર્યું હતું કે શકત શનાળા ગામના અશોકભાઇ રબારી પાસેથી 3 લાખ 30 ટકા વ્યાજે લીધા બાદ 5.40 લાખ ચૂકવી આપ્યા હતા. એ જ રીતે ખાખરાળા ગામના સુરેશ નામના વ્યાજખોર પાસેથી પણ જેઠાભાઇએ 30 ટકા ઉંચા વ્યાજે 2 લાખ મેળવી 1.20 લાખ ચૂકવી દીધા હતા અને બાદમાં માધાપરના વિમલ વાણંદ પાસેથી દોઢ લાખ મહિને 12 ટકા વ્યાજે લીધા બાદ રૂપિયા 5.90 લાખ ચૂકવી આપ્યા હતા.

- text

જો કે, વ્યાજખોર ત્રિપુટીએ કોઈપણ જાતનો ડર રાખ્યા વગર વ્યાજની પઠાણી ઉઘરાણી ચાલુ રાખી ગાળાગાળી કરી કોટક મહીન્દ્રા બેન્કના સહીવાળા કોરા ચેક બળજબરી પુર્વક મેળવી લેતા મંડપ સર્વિસના ધંધાર્થી જેઠાભાઇએ વ્યાજખોર અશોકભાઇ રબારી, સુરેશ અને વિમલ વાણંદ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા સીટી એ ડિવિઝન પોલીસે વ્યાજખોર ત્રિપુટી વિરુદ્ધ આઇપીસી કલમ 384,504 અને ગુજરાત નાણાની ધીરધાર કરનારાઓ બાબતનો અધીનિયમ મુજબ ગુન્હો દાખલ કર્યો છે.

- text