ટંકારાના હમીરપર ગામે ખેતશ્રમિક યુવતીનો ઝેરી દવા પીને આપઘાત

- text


ટંકારા : ટંકારા તાલુકાના હમીરપર ગામે આવેલ ભુદરભાઈની વાડીએ રહીને ખેતમજૂરી કરતી મૂળ છોટા ઉદેપુરની વતની ઝીણીબેન રેમતાભાઈ ધાણક (ઉ.વ.૨૫)એ ગઈકાલે હમીરપર ગામે આવેલ વાડીએ કોઈ કારણસર ઝેરી દવા પી જતા તેણીનું મોત નીપજ્યું હતું. બાદમાં આ યુવતીને મૃત હાલતમાં પડધરી સરકારી હોસ્પીટલ ખાતે લાવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરીને પીએમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. ટંકારા પોલીસે આ બનાવની નોંધ કરી યુવતીએ ક્યાં કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે જાણવા તેના પરિવારજનોના નિવેદનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.

- text

- text