ચાઈનીઝ દોરી નહીં વાપરીએ : મોરબી તાલુકા પોલીસે વિદ્યાર્થીઓને આપ્યું માર્ગદર્શન

- text


મોરબી : માનવ જિંદગી તેમજ પશુપક્ષીઓ માટે ઘાતક એવી ચાઇનીઝ દોરી અને તુક્કલ સહિતની વસ્તુઓનો ઉપયોગ ન કરવા સંદર્ભે મોરબી તાલુકા પોલીસ દ્વારા આજરોજ વિદ્યાર્થીઓને સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

માત્ર કાયદાકીય પગલા ને બદલે સામાજિક જાગૃતિ માટે નાનીવાવડી ગામે આવેલી કુમાર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર કે.એ.વાળા અને તેમની ટીમ દ્વારા ચાઇનીઝ દોરી તથા તુક્કલનો ઉપયોગ ન કરવા બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને તેનાથી થતા નુકશાન અંગેની પણ જાણકારી આપવામાં આવી હતી. બાળકોએ પણ ક્યારેય ચાઇનીઝ દોરી કે તુક્કલનો ઉપયોગ ન કરવા અંગે ખાતરી આપી હતી અને પોતાના મિત્રો તેમજ સગા સંબંધી તથા પાડોશીઓને પણ ચાઇનીઝ દોરી કે તુક્કલનો ઉપયોગ ન કરવા અંગે સમજાવશે એવી બાંહેધરી આપી હતી.

- text

- text