ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં સાતેય આરોપીઓએ હાઈકોર્ટમાંથી જામીન અરજી પરત ખેંચી

- text


મોરબી : મોરબી પુલ દુર્ઘટનાના કેસમાં હાલ જેલ હવાલે રહેલા સાત આરોપીઓની જામીન અરજી સ્થાનિક કોર્ટે રદ કરી દીધા બાદ હાઇકોર્ટેમાં જામીન અરજી કરી દીધી હતી. પણ હાઇકોર્ટે પણ જામીન અરજી ફગાવી દેશે એવું લાગતા જામીન અરજીની સુનાવણી પહેલા જ સાતેય આરોપીઓએ હાઇકોર્ટેમાંથી જામીન અરજી પરત ખેંચી લીધી છે.

સંદેશ દૈનિક ન્યુઝ પેપરના અહેવાલ મુજબ મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં નાના બાળકો સહિત ૧૩૫ નિર્દોષ લોકોના અકાળે મૃત્યુ અને ૫૬ લોકોને થયેલી ઈજાના કેસમાં હાઈકોર્ટે અરજી કરનાર તમામ સાતેય આરોપીઓની જામીન અરજી ફગાવવાનુ વલણ દાખવતા સાતેય આરોપીઓએ તેમની જામીન અરજી પરત ખેંચી લીધી છે. સુનાવણી દરમિયાન, હાઈકોર્ટે ટકોર કરેલી કે આરોપીઓ સામેના ગુનાની ગંભીરતાને જોતા હાલના તબક્કે તેમને જામીન આપી શકાય નહીં. આ કેસમાં જામીન અરજી કરનાર સાત આરોપીઓમાં ઓરેવા ગ્રુપના મેનેજર દિનેશ દવે અને દિપક પારેખ, ટિકિટ બુકીંગ કલાર્ક અને સિક્યુરિટી ગાર્ડ મનસુખ ટોપીયા અને મહાદેવ સોલંકી, અલ્પેશ ગોહિલ, દિલીપ ગોહિલ અને મનસુખ ચૌહાણનો સમાવેશ થાય છે.

- text

- text