માળીયા હાઇવે ઉપર ડમ્પરના ઠાઠામાં ઘુસી જતા ટ્રક ચાલકનું મૃત્યુ

- text


મોરબી : મોરબી માળીયા હાઇવે ઉપર વિશાલા હોટલ નજીક આગળ જઈ રહેલા ડમ્પરના ઠાઠામા ટ્રક ટ્રેઇલર ઘુસી જતા ગંભીર ઇજાઓ પહોચતા ટ્રક ચાલકનું મૃત્યુ નીપજ્યું હતું.

બનાવ અંગે ગાળા ગામે રહેતા મૂળ મધ્યપ્રદેશના ડમ્પર ચાલક બાકુભાઈ ગોબરીયાભાઈ બાબેરીયાએ માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે તેઓ ડમ્પર લઈને જતા હતા ત્યારે પાછળથી ટ્રક ટ્રેઈલર નંબર GJ-12-BY-1815ના ચાલક નવલકિશોર ઉર્ફે નવલરાય કલીકારાય યાદવ, રહે.સ્ટાર ઇડીયા ટ્રાન્સપોર્ટ કંપનીની ઓફીસ, કચ્છ(ભુજ) મુળ રહે.બલીગાવ તા. પારસા જિ.સારણ (બીહાર) વાળાએ ટ્રક ઠાઠામા ભટકાળતા ગંભીર ઇજાઓ પહોચતા નવલકિશોર ઉર્ફે નવલરાય કલીકારાય યાદવનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે માળીયા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text