મોરબીમાં નવયુગ પ્રિ-સ્કૂલ દ્વારા હેલ્ધી બેબી કોમ્પિટિશનનું આયોજન

- text


1 જાન્યુઆરીએ નવયુગ ઈન્ટરનેશનલ પ્રિ-સ્કૂલ અને ઇન્ડિયન મેડિકલ એસોસિયશનના સહયોગથી સ્પર્ધા યોજાશે

મોરબીઃ નવા વર્ષના મંગલ પ્રભાતે મોરબીમાં સૌ પ્રથમ વખત નાના બાળકોના વિકાસને ધ્યાનમાં લઈને નવયુગ ઇન્ટરનેશનલ પ્રિ-સ્કૂલ અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન મોરબી બ્રાન્ચ ઉપરાંત એસોસિએશન ઓફ પિડીયાટ્રીશયનના સંયુક્ત ઉપક્રમે ઓપન મોરબી હેલ્થી બેબી કોન્ટેસ્ટ- 2023નું આયોજન કરવામાં આવ્યું છે.

આ સ્પર્ધામાં દોઢ થી ત્રણ વર્ષના બાળકો ભાગ લઈ શકશે. નાના બાળકનાં સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતિને લઈને તેને પ્રોત્સાહિત કરવા ઉપરાંત જાગૃત માતા પિતા માટે નવયુગ ઇન્ટરનેશનલ પ્રિ-સ્કૂલ જાન્યુઆરી 2023ના રોજ આયોજન કરવામાં આવ્યું છે. હેલ્ધી બેબી કોન્ટેસ્ટ-2023માં બેસ્ટ હેલ્થી બેબી, બેસ્ટ ડ્રેસ બેબી, બેસ્ટ ફોટોજેનીક બેબી અને સુપર મોમ એન્ડ ડેડ આવી 4 અલગ અલગ કેટેગરી રાખવામાં આવી છે. જેમાં દરેક કેટેગરીના બેસ્ટ ત્રણ વિજેતાઓ ઘોષિત કરવામાં આવશે ઉપરાંત દરેક ભાગ લેનાર બાળકને એક સ્પેશિયલ ગિફ્ટ આપવામાં આવશે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે મો.નં. 7567504300, 7567577000/8000, 9727947472 પર સંપર્ક કરવા જણાવાયું છે.

- text

- text