સિલિકોન મેગેઝીનમાં વાંકાનેરની મિટ્ટી કુલ બ્રાન્ડ છવાઈ

- text


સિલિકોન મેગેઝીનની દસ મોસ્ટ પ્રમોસિંગ કિચન બ્રાન્ડમાં વાંકાનેરના મનસુખભાઇ પ્રજાપતિની મિટ્ટી કુલ બ્રાન્ડનો સમાવેશ થતા મોરબી જિલ્લામાં ગૌરવની લાગણી છવાઈ

મોરબી : વાંકાનેરના માટ્ટી કુલ એટલે મસ્તીમાંથી અલગ અલગ અદભુત કારીગરી સાથે શ્રેષ્ઠ આઇટમો બનાવીને દેશ વિદેશમાં જાણીતા મનસુખભાઈ પ્રજાપતિની મિટ્ટી કુલ બ્રાન્ડને અનેકવિધ ગૌરવપ્રદ પુરસ્કાર મળ્યા છે. ત્યારે તેમની યશકલગીમાં વધુ એક સિદ્ધિનો ઉમેરો થયો છે. દેશના લોકપ્રિયસ્કીલકોન મેગેજીનમાં વાંકાનેરની મિટ્ટી કુલ બ્રાન્ડ છવાઈ છે અને સ્કીલકોન મેગેજીનની દસ મોસ્ટ પ્રમોસિંગ કિચન બ્રાન્ડમાં વાંકાનેરના મનસુખભાઇ પ્રજાપતિની મિટ્ટી કુલ બ્રાન્ડનો સમાવેશ થતા મોરબી જિલ્લામાં ગૌરવની લાગણી છવાઈ ગઈ છે.

વાંકાનેરમાં વર્ષોથી માટી કલા સાથે સંકળાયેલા મનસુખભાઇ પ્રજાપતિએ સામાન્ય કુંભારી કલા કરતા પોયની જાત મહેનત અને કોઠાસૂઝથી ચડિયાતી માટી કલાની વિશિષ્ટ આઇટમોનું ઉત્પાદન કર્યું છે. ખાસ કરીને માટીમાંથી તેમણે ઠંડા ઠંડા કુલ ફૂલની જેમાં દેશી ફ્રીજ બનાવીને બજારમાં મુકતા દેશ વિદેશમાંથી સારો પ્રતિસાદ મળતા તેમને મિટ્ટી કુલના ઉત્પાદક તરીકે મુઠી ઉંચેરી ઉપમા મળી છે. મિટ્ટી કુલના ઉત્પાદક તરીકે જાણીતા આ માટી કલાના કસબીએ માટીમાંથી ઘણી ઘર ઉપયોગી સર્વશ્રેષ્ઠ કૃતિઓનું સર્જન કર્યું છે. તેથી તેમની મિટ્ટી કુલ બ્રાન્ડ ફક્ત ભારતમાં જ નહીં પણ વિદેશમાં છવાઈ ગઈ છે એને આ મિટ્ટી કુલ બ્રાન્ડની જબરી ડિમાન્ડને કારણે તેઓને અનેકવિધ પુરસ્કાર મળ્યા છે. જેના હવે વધુ એક સિદ્ધિનો ઉમેરો થયો છે. ખાસ કરીને દેશના લોકપ્રિય સ્કિલકોન મીડિયા મેગેજીનમાં કિચનની દસ મોસ્ટ પ્રોમીસિંગ બ્રાન્ડમાં વાંકાનેરની મિટ્ટી કુલના પ્રણેતા મનસુખભાઇની મિટ્ટી કુલ બ્રાન્ડનો સમાવેશ કર્યો છે. જે ફક્ત માટી કલા સાથે સંકળાયેલા લોકો માટે જ નહીં પણ સમગ્ર મોરબી જિલ્લા માટે ગૌરવની બાબત છે.

- text


મોરબી અપડેટ.. આપણું મોરબી આપણાં સમાચાર…

લાઈવ અને વિડિયો ન્યુઝ માટે મોરબી અપડેટનું નવું ફેસબુક પેજ Morbi Update Live ને લાઈક અને ફોલો કરો..

https://www.facebook.com/morbiupdatelive?mibextid=ZbWKwL

- text