હરિકૃષ્ણધામ રણજીતગઢ ખાતે યોજાયેલા રક્તદાન કેમ્પમાં રેકોર્ડબ્રેક 301 યુનિટ રક્ત એકત્ર થયું

- text


હળવદ : તાલુકાના રણજીતગઢ ગામે હરિકૃષ્ણધામ ખાતે આજ રોજ તારીખ 16 ડિસેમ્બરે “સર્વોપરી પંચાબ્દિ મહોત્સવ” અંતર્ગત બ્લડ ડોનેશન કેમ્પનું તથા દિવ્ય શાકોત્સવનું આયોજન કરાયું હતું. ભક્તિહરિદાસજી સ્વામીના સાનિધ્યમાં- તેમની પ્રેરણાથી આ કેમ્પમાં રક્તદાતાઓએ 301 લોહીની બોટલોનું દાન કર્યું હતું. જે સંપૂર્ણ હળવદ તાલુકામાં અત્યાર સુધીનું રેકોર્ડ બ્રેકિંગ રક્તદાન છે.

આ કેમ્પ એકત્ર થયેલી રક્તની બોટલમાંથી રાજકોટ સિવિલ બ્લડ બેન્કને 118 લોહીની બોટલો, અમદાવાદ સિવિલ બ્લડ બેન્કને 111 લોહીની બોટલો અને મોરબી સંસ્કાર બ્લડ બેન્કને 71 જેટલી લોહીની બોટલો આપવામાં આવી હતી. સાધુ-સંતોએ પણ ઉત્સાહભેર રક્તદાન કરી માનવતાની મહેક પ્રસરાવી હતી. આ રક્તની બોટલો, જેમને લોહીની જરૂરિયાત છે, તેવા દર્દીનારાયણ માટે ઉપયોગમાં લેવામાં આવશે અને થેલેસિમિયા ગ્રસ્ત બાળકોને નિઃશુલ્ક રીતે ઉપયોગમાં લેવામાં આવશે. પંચદિનાત્મક આ મહોત્સવમાં સર્વરોગ નિદાન મેગાકેમ્પ (નિઃશુલ્ક દવા વિતરણ સાથે), બહેરાશ માટેના મશીનોનું વિતરણ, સુરદાસ માટે સ્ટિકનું વિતરણ તથા વિનામૂલ્યે મોતિયાનું ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું. રક્તદાન કેમ્પમાં તમામ રક્તદાતાઓને HDFC બેંક તરફથી ભેટ આપવામાં આવી હતી. આ તમામ કાર્યક્રમોને સફળ બનાવવા પૂજ્ય સંતોના માર્ગદર્શન હેઠળ સેવાભાવી સ્વયંસેવકોએ ભારે જહેમત ઉઠાવી હતી.

- text


મોરબી અપડેટ.. આપણું મોરબી આપણાં સમાચાર…

લાઈવ અને વિડિયો ન્યુઝ માટે મોરબી અપડેટનું નવું ફેસબુક પેજ Morbi Update Live ને લાઈક અને ફોલો કરો..

https://www.facebook.com/morbiupdatelive?mibextid=ZbWKwL

- text