પરશુરામ ધામ ખાતે બ્રહ્મ સમાજ મહિલા પાંખ દ્વારા રમત-ગમત સ્પર્ધા યોજાઈ

- text


મોરબીઃ આજ રોજ પરશુરામ ધામ ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ જિલ્લા મહિલા પાંખના પ્રમુખ કિરણ બેન ઠાકર દ્વારા આયોજિત રમત ગમત સ્પર્ધા કાર્યક્રમનું અનેરું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સ્પર્ધામાં 5 વર્ષથી લઈને 75 વર્ષના મહિલાઓએ ભાગ લીધો હતો અને સૌ મહિલાઓએ સ્પર્ધામાં અવનવી ગેમ્સની મજા માણી હતી. જેમ કે કૃષ્ણ અર્જુન, પિરામિડ, બલૂન ગેમ્સ, મેમરી ગેમ.. આવી અનેક રમતો રમી આનંદ માણ્યો હતો.. સાથે જ વિજેતાઓને ઇનામ આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં બ્રહ્મ સમાજના આગેવાનો અને લોકોએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં જિલ્લાના મહામંત્રી પારુલબેન ત્રિવેદી, તમામ હોદ્દેદારો, દર્શનાબેન ભટ્ટ, ચેતનાબેન જોષી, દર્શના (દક્ષા)બેન જોષી, નીલાબેન પંડિત, ભાવનાબેન મહેતાએ સાથ સહકાર આપ્યો હતો..

- text

- text