મોરબીમાં બે સ્થળે આગ ભભૂકી

- text


 

ફાયર વિભાગે તાકીદે ઘટનાસ્થળે દોડી જઈને આગ ઉપર કાબુ મેળવ્યો

મોરબી : મોરબીમાં બે સ્થળે આગ ભભૂકી ઉઠી હતી.આ બનાવની જાણ થતાં ફાયર વિભાગે તાકીદે ઘટનાસ્થળે દોડી જઈને આગ ઉપર કાબુ મેળવ્યો હતો.

આગના બનાવની મોરબી ફાયર બ્રિગેડ વિભાગ પાસેથી મળતી વિગતો મુજબ મોરબીના શનાળા રોડ ઉપર સરદાર બાગ પાસે પેટ્રોલ પંપ પાસેની શેરીમાં કોમન પ્લોટમાં પડેલા કચરાના ઢગલામાં કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. આ બનાવની જાણ થતાં મોરબી ફાયર વિભાગની ટીમ તાકીદે દોડી ગઈ જઈને પાણીનો મારો ચાલવી આગ પર કાબુ મેળવ્યો હતો તેમજ આગની બીજી ઘટનામાં મોરબીના રવાપર ગામ ઈડન ગાર્ડન પાસે આજે બપોરે કોઈ કારણોસર ઘાસના જથ્થામાં આગ ભભૂકી ઉઠતા તુરત ફાયર ટીમે સ્થળ પર દોડી જઈને આગ પર કાબુ મેળવ્યો હતો. જો આગની આ બન્ને ઘટનામાં કોઈ જાનમાલનું નુકશાન થયું ન હતી. જ્યારે ઘટનાસ્થળ પરથી ફાયર ટીમે શેરાને બહાર કાઢી સલામત સ્થળે મુક્યો હતો.

- text

- text