કલેકટરે સુરક્ષા મુદ્દે ખાતરી આપતા નગરપાલિકાના સફાઈ કર્મચારીઓની હડતાલ સમેટાઈ

- text


 

આજ રાત્રીથી તમામ સફાઈ કર્મચારીઓએ રાબેતા મુજબ સફાઈમાં જોડાશે

મોરબી : મોરબી નજીક સફાઈ મહિલા કર્મચારી ઉપર દુષ્કર્મની ઘટનાના પ્રતિઘાત રૂપે આવી ઘટનાથી રાત્રી સફાઈ કરતી મહિલાની સુરક્ષાનો સવાલ ઉઠાવી ગઈકાલથી મોરબી નગરપાલિકા તમામ કર્મચારીઓ વીજળીક હડતાલ ઉપર ઉતરી ગયા હતા અને કલેકટરને રજુઆત કલેકટરે રાત્રી સફાઈ કરતી મહિલા કર્મીઓને સુરક્ષા પુરી પાડવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો છે અને નગરપાલિકાના સફાઈ કર્મીઓએ આજથી હડતાલ સમેટી લીધી હોવાનું જાહેર કર્યું હતું.

- text

મોરબી નગરપાલિકાના રુલ્સ એન્ડ બાયોલોજી કિમીટીના ચેરમેન અને કાઉન્સિલર ભાનુંબેન ચંદુભાઈ નગવાડિયાએ જણાવ્યું હતું કે, રવાપર પાસે સફાઈ મહિલા કર્મચારી સાથે થયેલી અઘટિત ઘટનાને પગલે રાત્રી સફાઈ કરતી મોટી સંખ્યામાં મહિલાઓની સેફટીનો ગંભીર મુદ્દો ઉઠાવી ગઈકાલે જ નગરપાલિકાના તમામ સફાઈ કર્મચારીઓ સફાઈની કામગીરી ઠપ્પ કરી દીધી હતી અને અમે બધા કલેકટરને રજુઆત કરવા ગયા હતા.ત્યારે મહિલા સફાઈ કર્મચારીઓએ કલેકટર સમક્ષ દુષ્કર્મની ઘટના બાદ અમારી સલામતી શુ તેવા સવાલો ઉઠાવી કા શેડ્યુલ ફેરવી દો એટલે સ્ત્રી સફાઈ કર્મીઓને દિવસે જ કામ કરાવો અથવા રાત્રી સુરક્ષા પુરી પાડો તેથી કલેકટરે રાત્રી સફાઈ કરતી મહિલાઓને પોલીસ પ્રોટેક્શન પૂરું પાડવાની ખાતરી આપતા તમામ સફાઈ કર્મચારીઓ હડતાલનો અંત લાવી આજ રાત્રિથી સફાઈમાં જોડાય ગયા હોવાનું જણાવ્યું હતું.

 

- text