કોંગ્રેસ 125 સીટ સાથે ગુજરાતમાં સરકાર બનાવવા જઈ રહી છે : જગદીશ ઠાકોર

- text


હળવદના ઉમેદવારના સમર્થનમાં જગદીશ ઠાકોરે જાહેર સભા ગજવી : તમારી બેઠક ઉપર વધારે ઊન વાળું ઘેટું આવ્યું છે… કતરાય એટલું કાતરી લેજો : જગદીશ ઠાકોર

હળવદ : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ દ્વારા આજે ધાંગધ્રા ખાતે આવેલ ચરમરીયા દાદાના મેદાનમાં જંગી જનમેદનની વાળી જાહેર સભા ગજવી હતી. સાથે જ ભાજપ પર આકરા પ્રહારો કરી મતદારોને રમુજી શૈલીમાં કહ્યું હતું કે, તમારી બેઠક ઉપર વધારે ઊન વાળું ઘેટું આવ્યું છે કાતરાય એટલું કાતરી લેજો કહી કોંગ્રેસના લોકલાડીલા ઉમેદવાર છત્રસિંહ એટલે કે પપ્પુભાઈ ને જંગી મતોથી જીતાડવા આહવાન કર્યું હતું.

ધાંગધ્રા-હળવદ બેઠક પર કોંગ્રેસ પક્ષના ઉમેદવાર છત્રસિંહ એટલે કે પપ્પુભાઈ ઠાકોરના હુલામણા નામે ઓળખાતા કોંગ્રેસના ઉમેદવારના સમર્થનમાં ધાંગધ્રા ખાતે ચરમરીયા દાદાના મેદાનમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ જગદીશ ઠાકોરના અધ્યક્ષ સ્થાને જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો તેમજ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

સભાને સંબોધતા જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે કોંગ્રેસ 125 સીટ સાથે ગુજરાતમાં સરકાર બનાવવા જઈ રહી છે કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલા તમામ વચનો પાળવામાં આવશે,આ વખતે ભાજપ પૈસા અને લાલ-પીળું પાણી પણ આપી રહ્યું છે તેમ છતાં પણ તેઓનો મેળ પડતો નથી. આ બેઠક પર ભાજપ દ્વારા વધારે ઉન વાળું ઘેટું લાવવામાં આવ્યું છે જેથી મતદારો પણ પોતાના ખિસ્સામાં નાની-નાની કાતરો રાખે જ્યારે પણ મોકો મળે ત્યારે થોડી થોડી ઉન ઉતારી લે અને બોડું થઈ જાય પછી મોકલી દે… તેઓ ભાજપના ઉમેદવાર પર આકરા કટાક્ષ કર્યો હતો.

ધાંગધ્રા ખાતે યોજાયેલ સભામાં સૌરાષ્ટ્ર કોંગ્રેસના પ્રભારી રામકિશન ઓઝા,યુપી કોંગ્રેસના અધ્યક્ષ લલ્લુભાઈ,ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ગીતાબેન પટેલ,ધાંગધ્રા કોંગ્રેસના અગ્રણી જયેશભાઈ પટેલ, તેમજ હળવદ ધાંગધ્રા કોંગ્રેસના આગેવાનો કાર્યકર્તા હાજર રહ્યા હતા.

- text

એક પણ મત રહી ન જાય તેની ખાસ કાળજી રાખજો : જયેશ પટેલ

ધાંગધ્રા કોંગ્રેસના અગ્નણીજયેશભાઈ પટેલે સભાને સંબોધન કરતાં જણાવ્યું હતું કે કોંગ્રેસ આ બેઠક પર વિજય મેળવી રહી છે પરંતુ વધુ મતથી વિજય બને તે માટે એક એક મત રહી ન જાય તેની કાર્યકર્તાઓ ખાસ તકેદારી રાખે તેવું જણાવ્યું હતું.

આખી ગુજરાતની બહેનો જેને ગોતે છે તે આજે ધાંગધ્રામાં મળી ગયા : ગીતાબેન પટેલ 

ભાજપ દ્વારા રણકાંઠાના ખેડૂતોને ભાજપને મત ન આપો તો કેનાલનું પાણી બંધ કરી દેશું તેવી ધમકી આપે છે સાથે જ ગેસના બાટલામાં કોંગ્રેસની સરકાર વખતે બે રૂપિયાનો પણ વધારો થાય તો ગેસનો બાટલો માથે લઈ સ્મૃતિબેન ઈરાની બજારમાં નીકળી જતા હતા પરંતુ અત્યારે જે ગેસનો ભાવ વધ્યો છે તેમ છતાં બેન કાંઇ બોલતા નથી જોકે આ બેનને આખી ગુજરાતની બહેનો ગોતે છે પરંતુ આજે આ સ્મૃતિબેન ઈરાની ધાંગધ્રામાં મળી ગયા છે. જેથી તેઓને પણ અમે પૂછવા જવાના છીએ કે શું અત્યારે જે ભાવે ગેસનો બાટલો મળે છે તે ખરેખર લોકોને પોસાય તેમ છે તેમ ગીતાબેન પટેલે જણાવ્યું હતું.

 

- text