વાંકાનેરના કોઠી ગામે જેસીબી હટાવવાનું કહેતા આધેડને માર પડ્યો

- text


વાંકાનેર : વાકાનેર તાલુકાના કોઠી ગામે પારકા પ્લોટમાં પાર્ક કરેલ જેસીબી હટાવવાનું કહેતા પ્લોટ માલિકને પિતા પુત્ર સહિતના ત્રણ શખ્સોએ માર મારી જાનથી મારી નાખવા ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના કોઠી ગામે રહેતા ઇકબાલભાઈ જમાલભાઈ પીપરવાડિયાના બસ સ્ટેન્ડ પાછળ આવેલા પ્લોટમા આરોપી સતાભાઈ લાખાભાઈ ભરવાડ, નવઘણ સતાભાઈ ભરવાડ તેમજ સતાભાઈના અન્ય પુત્રેએ જેસીબી પાર્ક કર્યુ હોય જે હટાવી લેવાનું કહેતા ત્રણેય આરોપીઓએ એક સંપ કરી ફરિયાદી ઇકબાલભાઈને ગાળો આપી લાકડી અને પાઇપ વડે માર મારી ઇજા પહોંચાડી જાનથી મારી નાખવા ધમકી આપતા આ ઘટના અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

- text