કાંતિલાલ અમૃતિયા મંગળવારે માળીયા તાલુકાના ગામડાઓમાં કરશે ઝંઝાવાતી પ્રચાર

- text


મોરબી : વિધાનસભા ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે. ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે ત્યારે હવે ઉમેદવારો પ્રચાર-પ્રસારમાં લાગી ગયા છે. મોરબી-માળીયા વિધાનસભાના ભાજપના ઉમેદવાર કાંતિલાલ અમૃતિયા આવતીકાલે માળીયા તાલુકાના પ્રવાસે જશે અને પ્રચાર-પ્રસાર કરશે.

આવતીકાલે તારીખ 15 ઓક્ટોબરના રોજ કાંતિલાલ અમૃતિયા માળીયા તાલુકાના 18 ગામડાનો પ્રવાસ કરશે. પ્રવાસની શરૂઆત સવારે 9 કલાકે નાના દહીંસરા ગામેથી થશે. ત્યારબાદ સવારે 9-30 કલાકે ક્રિષ્નાનગર, સવારે 10 કલાકે ખીરસરા, 10-30 કલાકે કુંતાસી, સવારે 11 કલાકે બોડકી (ન્યુ નવલખી), 11-30 કલાકે જુમાવાડી, બપોરે 12 કલાકે વર્ષામેડી, બપોરે 12-30 કલાકે મોટા દહીંસરા, બપોરે 1 કલાકે વિવેકાનંદનગર ગામની મુલાકાત લેશે. જ્યાં ભોજન વિશ્રામ લેશે. ત્યારબાદ બપોરે 2 કલાકે લક્ષ્મીવાસ, બપોરે 2-30 કલાકે વવાણીયા, બપોરે 3 કલાકે બગસરા, બપોરે 3-30 કલાકે ભાવપર, સાંજે 4 કલાકે મોટાભેલા, સાંજે 4-30 કલાકે નાનાભેલા, સાંજે 5 કલાકે ચમનપર, સાંજે 5-30 કલાકે તરઘડી અને સાંજે 6 કલાકે ચાચાવદરડા ગામની મુલાકાત લેશે અને પ્રચાર કરશે.

- text

- text