હવે બાળકોને સુવડાવવા કલાકો સુધી દોરી નહિ ખેંચવી પડે : VM ઇનોવેશન લાવ્યું છે ઓટોમેટિક ઘોડિયું

 

મેઇડ ઇન મોરબી ઓટોમેટિક ઇલેક્ટ્રિક કીટ જે કોઈ પણ ઘોડિયામાં સહેલાઈથી ફિટ થઈ શકશે, ટાઈમિંગ પણ સેટ કરી શકાશે : સ્માર્ટ પેરેન્ટ્સની પ્રથમ પસંદગી બન્યું છે આ લેટેસ્ટ ઘોડિયું, 1 વર્ષની વોરંટી, 1 વર્ષની હોમ સર્વિસ પણ ફ્રી : સ્ટીલના ઘોડિયા પણ વ્યાજબી ભાવે મળશે

મોરબી : હવે બાળકોને સુવડાવવા કલાકો સુધી દોરી નહિ ખેંચવી પડે. કારણકે VM ઇનોવેશન મોરબીની માર્કેટમાં ઓટોમેટિક ઘોડિયું લઈને આવ્યું છે. આ મેઇડ ઇન મોરબી ઘોડિયું અત્યારે સ્માર્ટ પેરેન્ટ્સની પહેલી પસંદગી બન્યું છે. તો તમે પણ આજે જ ઓર્ડર કરો.

ટંકારામાં લતીપર ચોકડી ખાતે શિવ ચેમ્બરમાં પહેલા માળે વી.એમ. ઇનોવેશન કાર્યરત છે. જે સ્વીટ બેબી ઓટોમેટિક ક્રેડલ એટલે કે અત્યારના જમાનાના આધુનિક ઘોડિયાનું મેન્યુફેક્ચરિંગ કરે છે. જેમાં સાદા સ્ટીલના ઘોડિયામાં ઓટોમેટિક ઇલેક્ટ્રિક કીટ લગાવવામાં આવે છે. આ કીટ અલગથી લઈને કોઈ પણ ઘોડિયામાં સહેલાઈથી ફિટ થઈ શકે છે. આ ઘોડીયામાં ઇલેક્ટ્રિક શોકનું કોઈ જોખમ રહેતુ નથી. તુરંત જ ઈન્સ્ટોલેશન, 24×7 રનિંગ કેપેસિટી, કોઈ ટુલ્સની જરૂરિયાત નહિ, એડજેસ્ટેબલ સ્પીડ, ટાઈમ વેરીએશન સહિતની ખાસિયતો આ ઘોડિયું ધરાવે છે.

આ ઘોડિયામાં પાંચ ટાઈમિંગ સિસ્ટમ આવે છે. જેમાં ઘોડિયાને 30, 60, 80, 120, મિનિટ અને કન્ટીન્યુ આટલા વિકલ્પમાં હલાવી શકાય છે. આમાં ડબલ બેરિંગ સિસ્ટમ, બીજા કરતા વધારે સ્પીડ, હાઈ ગ્રેડ મેગ્નેટ, સારી ગુણવત્તા વાળુ ચાર્જર, સ્પીડ કંટ્રોલ સિસ્ટમ સહિતની સવલતો મળે છે.

આ ઘોડીયા ઉપર 1 વર્ષની વોરંટી આપવામાં આવે છે. આ સાથે એક વર્ષ સુધી ફ્રી હોમ સર્વિસ પણ આપવામાં આવે છે. વધુમાં અહીં સ્ટીલના સાદા ઘોડિયા પણ વ્યાજબી ભાવે મળે છે. ઘોડિયાનો ફોન ઉપર ઓર્ડર આપીને ઘરે બેઠા જ ફિટિંગની તેમજ અન્ય સર્વિસ મેળવી શકાય છે. તો આજે જ સંપર્ક કરો.

વધુ વિગત માટે
મો.નં. 8160971829