ટંકારા બેઠક ઉપર આજે ભાજપ સહિત આઠ ફોર્મ ઉપડયા

- text


ટંકારા : 66 – ટંકારા – પડધરી બેઠક ઉપર આજે કુલ આઠ ફોમ ઉપડયા છે જેમઆ ભાજપના ઉમેદવાર ઉપરાંત અન્ય દ્વારા આઠ ફોર્મ ઉપાડવામાં આવ્યા હતાં

આજે 66 – ટંકારા બેઠકના ઉમેદવાર જાહેર થતાની સાથે જ
ભાજપના દુર્લભજીભાઈ દેથરીયા માટે નિલેશ વશરામ દેથરીયાએ ચાર ફોર્મ અને અરવિંદ વિરજી વાસદડિયાએ એક ફોર્મ ઉપાડ્યું હતું.

- text

આ ઉપરાંત બહુજનસમાજ પાર્ટીમાથી કેશરબેન વાલજીભાઈ વણોલ માટે કિશોરભાઈ વણોલે ફોર્મ ઉપાડયું છે જ્યારે અપક્ષ ઉમેદવાર માટે પાચિયા ખોડા જગાભાઈએ ફોમ ઉપાડયું હતું. જો કે, હજુ સુધી એક પણ ઉમેદવાર દ્વારા ફોર્મ રજુ કર્યા નથી આમ આદમી પાર્ટી આવતીકાલે ફોર્મ રજૂ કરશે અને ભાજપ કોંગ્રેસ છેલ્લા દિવસે દાવેદારી નોંધાવી શકે તેમ હોવાનું જાણવા મળે છે.

- text