ટંકારાના કલ્યાણપર ગામે પત્નીની હત્યા કરનાર પતિને તાકીદે પકડી પાડતી ટંકારા પોલીસ

- text


ટંકારા : ટંકારા તાલુકાના કલ્યાણપર ગામે ગઈકાલે પત્નીને પથ્થરના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દેનાર ખેત શ્રમિક પતિને ટંકારા પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી લીધો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ કલ્યાણપર ગામની સીમમા ખેતમજૂરી કરતા રાયાબેન નામની મહિલાની ઘર કંકાસમા તેના જ પતિ એવા આરોપી સુબાભાઈ વેસ્તાભાઈ વસુનીયા, રહે. હાલ રફિકભાઈ સંધીની વાડી કલ્યાણપર તા.ટંકારા, મુળ રહે મૈયાવાડ તા. ભાભરા, જી. અલીરાજપુર એમ.પી. વાળાને ગણતરીની કલાકમાં જ હસ્તગત કરી કોરોના રીપોર્ટ કરાવી અટક કરવા આગળની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી હોવાનું ટંકારા પીએસઆઇ એચ.આર.હેરભાએ જણાવ્યું હતું.

- text

- text