મોરબી જિલ્લામાં યુવા મતદારોનો દબદબો, સૌથી વધુ મતદારો 30થી 39 વર્ષના 

- text


મોરબી જિલ્લામાં 18896 યુવા મતદારો પ્રથમ વખત ઇવીએમનું બટન દબાવશે 

553 મતદાન મથકોના 905 મતદાન કેન્દ્રો ઉપર 4300 ચૂંટણી કર્મચારીઓની ફૌજ મતદાન પ્રક્રિયા કરાવશે

મોરબી : મોરબી જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકમાં પ્રથમ તબબકામાં આગામી તા.1 ડિસેમ્બરે મતદાન થનાર છે ત્યારે આગામી વિધાનસભા ચૂંટણીમાં 18896 યુવા મતદાર પ્રથમ વખત મતદાન કરશે. જિલ્લાની ત્રણ બેઠક ઉપર કુલ 8,17,500 મતદારો નોંધાયેલા છે જેમાં સૌથી વધુ મતદારો 20થી 50 વર્ષની વયજૂથમાં છે.

મોરબી જિલ્લામાં વિધાનસભા બેઠક વાઇસ મતદારોની સ્થિતિ જોઈએ તો 65-મોરબી માળીયા બેઠકમાં 2,86,686 મતદારો નોંધાયેલા છે. જયારે 66-ટંકારા – પડધરી બેઠકમમાં 2,49,44 મતદારો અને 67 વાંકાનેર -કુવાડવા બેઠકમાં 2,81,205 મતદારો નોંધાયેલા છે.ત્રેણય બેઠકોમાં છેલ્લી મતદાર યાદી સુધારણા મુજબ નવા 18,896 ઉમેદવાર નવા ઉમેરાયા છે જે આગામી ચૂંટણીમાં પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ કરશે.

4300 કર્મચારીઓ ચૂંટણી ફરજમાં ખડેપગે રહેશે

મોરબી : મોરબી જિલ્લાની ત્રણ બેઠકો માટે યોજાનાર વિધાનસભા ચૂંટણીમાં કુલ 4300 જેટલા અધિકારી અને કર્મચારીઓને ચૂંટણી કામગીરી સોંપવામાં આવશે. જિલ્લાની ત્રણ બેઠક માટે 553 સ્થળે 905 મતદાન કેન્દ્રમાં મતદાન પ્રક્રિયા હાથ ધરાશે

- text

મોરબી જિલ્લામાં ઉંમર પ્રમાણે મતદાર

18થી 19 વર્ષ — 18896

20થી 29 વર્ષ –1,75,774

30થી 39 વર્ષ –2,12,089

40થી 49 વર્ષ–1,53,481

50થી 59 વર્ષ –1,19,722

60thi 69 વર્ષ –79,899

70થી 79 વર્ષ – 39,641

80થી વધુ વર્ષ –17,833

ચૂંટણી પૂર્વે જ 12 નોડલ ઓફિસરો મેદાનમાં

મોરબી : મોરબી જિલ્લામાં ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણી પૂર્વે જ જુદા-જુદા નોડલ ઓફિસરોને જવાબદારી સોંપવામાં આવી છે જેમાં ખર્ચ મોનીટરીંગ, મેન પાવર મેનેજમેન્ટ, ઈવીએમ-વિવિપેટ મનેજમેન્ટ, કાયદો અને વ્યવસ્થાપન, અવસર કેમપેઇન, આચાર સંહિતા, ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટ, ટ્રેનિંગ અને મટીરીયલ મેનેજમેન્ટ, ઓબ્ઝર્વર, મીડિયા નોડલ ઓફિસર, બેલેટ, પોસ્ટલ અને ડમી નોડલ ઓફિસર, કોમ્યુનિકેશન નોડલ, આઇટી વેબ કાસ્ટિંગ નોડલ, હેલ્પ લાઈન અને ફરિયાદ નિકાલ તેમજ નોડલ ઓફિસર વેલ્ફેરનો સમાવેશ થાય છે.

- text