ઝૂલતાપૂલ ઉપર ગયેલા બે મિત્રો 18 કલાકથી લાપતા

- text


ફર્નિચરનું કામ કરતા બન્ને મિત્રો ફરવા ગયા બાદ બાઈક મળ્યું પણ હજુ બન્નેનો પત્તો નથી

મોરબી : મોરબીના ઝૂલતાપૂલ તૂટી પડવાની દુર્ઘટના હજુ અમુક લોકો લાપતા હોવાનું સામે આવ્યું છે.જેમાં ફર્નિચરનું કામ કરતા બન્ને મિત્રો ગઈકાલે ઝૂલતાપૂલ પર ફરવા ગયા બાદ બાઈક મળ્યું પણ હજુ બન્નેનો 18 કલાકથી પતો મળ્યો નથી.

મોરબીના કબીર ટેકરી વિસ્તારમાં રહેતા પ્રદીપ નિસાદ અને તેનો મિત્ર જીતેન્દ્ર ગુપ્તા રહે યમુના નગર, નવલખી રોડવાળા ફર્નિચરનું કામ કરતા હોય ગઈકાલે બન્ને મિત્રો બાઈક લઈને ઝૂલતાપૂલ પર ગયા હતા.જો કે આ આ બન્ને મિત્રોનું બાઈક મળ્યું આવ્યું છે. પણ બન્ને મિત્રોની 18 કલાક વીતવા છતાં કોઈ ભાળ મળી નથી. ત્યારે આ બન્ને મિત્રો પુલ તૂટવાની ઘટનામાં ડૂબી ગયા છે કે કેમ તે અંગે રાતથી તેમના પરિવારજનો શોધખોળ કરી રહ્યા છે.

- text

- text