સરતાનપર નજીક ગેસ ટેન્કર પલ્ટી જતા ડ્રાઇવરનું મૃત્યુ

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકના સરતાનપર નજીક ગેસ ભરેલું ટેન્કર ગોળાઈમાં પલ્ટી જતા ઉત્તરપ્રદેશના રહેવાસી ટેન્કર ડ્રાઇવરનું મૃત્યુ નીપજ્યું હતું.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગઈકાલે વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર પાવર હાઉસ નજીક નેક્ષટાઇલ્સ સીરામીક કારખાના સામે કેએ – 01 – એએમ – 5538 નંબરના ટેન્કર ચાલકે ગોળાઈ વાળા રસ્તામાં પુરઝડપે બે ફિકરાઈથી પોતાનું ગેસ ટેન્કર ચલાવતા ટેન્કર પલ્ટી ગયું હતું. આ અકસ્માતમાં મૂળ ઉત્તરપ્રદેશના સુલતાનપર જિલ્લાના કાદીપુર તાલુકાના મદનપુર ગામના ટેન્કર ચાલક માખનલાલ દેવરાજ વર્મા ઉ.50નું મૃત્યુ નીપજ્યું હતું. ધટના અંગે રાધેશ્યામ રામહિમાંચલ વર્માએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text