માળીયામાં અતિવૃષ્ટિ સહાય મામલે કોંગ્રેસની ભાજપ વિરોધી નારેબાજી

- text


અગાઉથી ખાતમુહૂર્તમાં આવેદન આપવાનું જાહેર કરાતા આજે ખાતમુહૂર્ત સ્થળ ઉપર પહોંચે એ પહેલાં રસ્તામાં કોંગ્રેસના આગેવાનોની અટકાયત કરાઈ

માળીયા : માળીયામાં આજે તાલુકા પંચાયત ભવનના ખાતમુહૂર્ત સમયે મોરબી જિલ્લા કોંગ્રેસે અતિવૃષ્ટિ મામલે રાજયમંત્રીને આવેદન આપવાનું જાહેર કરાતા આજે ખાતમુહૂર્ત સ્થળ ઉપર પહોંચે એ પહેલાં રસ્તામાં કોંગ્રેસના આગેવાનોની અટકાયત કરાઈ હતી. આથી રોષે ભરાયેલા કોંગ્રેસના આગેવાનોએ ભાજપ વિરોધી નારેબાજી કરીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.

- text

મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિએ એવું એલાન કર્યું હતું કે, તાલુકા પંચાયત ભવનના ખાતમુહૂર્ત માટે માળીયા આવતા ભાજપના નેતાઓ સમક્ષ માળીયાને લીલો દુષ્કાળ જાહેર કરવા અને ખેડૂતોને નર્મદા કેનાલમાંથી પાણી આપવાની માંગ સાથે આવેદન આપશે. આ આવેદનપત્ર આપતી વખતે ખેડૂતોને હાજર રહેવા હાકલ કરાઈ હતી.આથી વિરોધ પ્રદર્શન થવની શક્યતાથી પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. દરમિયાન આવેદન લઈને સૂત્રોચ્ચાર સાથે કોંગ્રેસના અગ્રણીઓ માળીયા ખાતમુહૂર્તની જગ્યાએ જવા નીકળ્યા ત્યારે રસ્તામાં માળીયાના કોંગ્રેસ અગ્રણી ધર્મેન્દ્ર વિડજા, મહેશભાઈ પારેજીયા, છગનભાઈ સરડવા, કાંતિલાલ બાવરવા સહિતનાની પોલીસે રસ્તામાં જ અટકાયત કરી લીધી હોવાથી કોંગી અગ્રણીએ ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર પોકારી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

- text