માળીયામાં સાત માસથી ફરાર બુટલેગર દેશી દારૂ સાથે ઝડપાયો

- text


મોરબી : મોરબી પેરોલ ફસ્લો સ્કવોડ, એલ.સી.બી.ની ટીમેં આજે બાતમીના આધારે માળીયા મિયાણામાં દારૂના ગુનામાં છેલ્લા સાતેક માસથી નાસતા ફરતા આરોપીને દેશી દારૂ સાથે ઝડપી લીધો હતો.

મોરબી એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડ સ્ટાફના HC રામભાઇ મંઢ, નિરવભાઇ મકવાણા, PC સંજયભાઇ રાઠોડને સંયુકતમાં મળેલ હકિકત આધારે માળીયામાં દારૂના વેપલાના ગુનામાં છેલ્લા સાતેક માસથી નાસતો ફરતો આરોપી રફીકભાઇ હાજીભાઇ મોવરા (ઉ.વ.૪૦ રહે. ખીરઇ તા. માળીયા મી. જિ. મોરબી)ને મારૂતી સ્વીફટ કાર નંબર GJ-12-DG-8755 વાળીમાં દેશી દારૂ લીટર-૪૦ કિ.રૂ. ૮૦૦ તથા મારૂતી સ્વીફટ ગાડી કિ.રૂ. ૧,૫૦,૦૦૦ મળી કુલ રૂ. ૧,૫૦,૮૦૦ ના મુદામાલ સાથે ઝડપી લીધો હતો.

- text

- text