માળીયાની રેફરેલ હોસ્પિટલમાં ડાયાલીસીસ સેન્ટરનો પ્રારંભ

- text


માળીયા : માળીયા મિયાણા પંથક માટે મહત્વની સરકારી રેફરેલ હોસ્પિટલમાં ડાયાલીસીસ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે અને નગરપાલિકા પ્રમુખ હારૂનભાઈ અને શહેર કોંગ્રેસ પ્રમુખ ઈકબાલભાઈ જેડાના હસ્તે માળીયા મીયાણાની રેફરલ હોસ્પિટલમાં ડાયાલિસિસ સેન્ટરનો શુભારંભ કરતા કિડનીના દર્દીઓને મોટી રાહત થશે. કિડનીના દર્દીઓને વારંવાર ડાયાલીસીસ કરવું પડતું હોય માળીયામાં અગાઉ આ સુવિધા ન હોવાથી કિડનીના દર્દીઓને ડાયાલીસીસ માટે મોરબીમાં ફરજિયાત ધક્કા થતા હતા. ત્યારે હવે આ કડાકૂટમાંથી મુક્તિ મળવાની સાથે માળીયાની આ સરકારી હોસ્પિટલમાં તબીબો સહિતના સ્ટાફની ઘટ અને તબીબી આધુનિક સાધનોનો અભાવ સહિતની ઘણી બધી ખામી હોય આ તમામ ખામીઓ દૂર કરવા સરકાર યોગ્ય પગલાં ભરે તેવી માંગ ઉઠી છે.

- text

- text