ટંકારામાં કેમિકલયુક્ત ફાસ્ટફૂડ અને દૂધની બનાવટનું બેરોકટોક વેચાણ, તપાસના નામે મીંડું

- text


જો ટંકારાને નગરપાલિકાનો દરજ્જો મળે તો આરોગ્ય વિભાગ દ્વારા સમયાંતરે ચકાસણી થઈ શકે

ટંકારાઃ ટંકારામાં ફાસ્ટફૂડ અને દૂધની બનાવટ સહિતની ખાણી-પીણીની વસ્તુઓ કેટલી શુદ્ધ છે તે જોવા માટે તંત્ર જાણે નિદ્રાધિન હોય તેમ કોઈપણ પ્રકારની તપાસ થતી ન હોવાની બુમરાણો જનતામાંથી ઉઠી રહી છે. જનતાના મનમાં સવાલો ઉઠી રહ્યા છે કે શું ટંકારામાં કેમિકલયુક્ત મિઠાઈ અને ફાસ્ટફૂટ તો નથી પિરસાઈ રહ્યું ને ? પરંતુ ફૂડ અંગે તપાસની જેની જવાબદારી હોય છે તે તંત્ર જ જાણે ગાઢ નિદ્રામાં હોય નિયમોને નેવે મૂકીને ઘણા વેપારીઓ સ્વાદનો ધિકતો ધંધો ચલાવી રહ્યા છે.

મહાનગરોમાં વખતો વખત આરોગ્ય વિભાગની ટીમ અને ભેળસેળ વિભાગ સહિતના અન્ય અધિકારીઓ દૂધ, દહીં, કવર યુક્ત ચટણી, બેકરી, ડેરી અને રોડ રસ્તે લારી ગલ્લા પર નિયમોને નેવે મૂકીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા નાના મોટા ધંધાર્થી ઉપર તવાઈ બોલાવે છે અને બિનઆરોગ્યપ્રદ વસ્તુઓનો નાશ કરીને વેપારીઓ સામે પગલાં પણ લે છે. પરંતું ટંકારામા ખુલ્લેઆમ જન આરોગ્ય સાથે ચેડા થતા હોય તેમ ફૂડ લાયસન્સ કે કોઈ મંજુરી વિના એક પણ નિયમોનું પાલન ન કરી સ્વાદનો ધિકતો ધંધો ફૂલ્યો ફાલ્યો છે.

ટંકારામાં રંગબેરંગી ચટણી, પાણી, તેલ, લોટ, મસાલો, લચ્છી, દૂધની આઈટમો સહિતનું વેચાણ થઈ રહ્યું છે ત્યારે આ તમામ વસ્તુઓ કેટલી ખાવાલાયક છે તેની તપાસ તંત્ર દ્વારા કરવામાં આવે તો જ જનતાને આરોગ્યપ્રદ ખાન-પાનની વસ્તુઓ મળી શકે તેમ છે. આ અંગે જાગૃત નાગરિકો દ્વારા જિલ્લા કક્ષાએ રજૂઆતો પણ કરવામાં આવી છે.

- text

ટંકારા નગરપાલિકા હોત તો સમયાંતરે આરોગ્ય સાથે ચેડા કરનાર ને પકડી શક્યા હોત. સ્વભાવિક પ્રમાણે ટંકારા નગરપાલિકા ન હોવાથી અનેક રીતે જનતાને પરેશાની થઈ રહી છે. જેમાં એક આરોગ્યપ્રદ ચીજવસ્તુઓનું વેચાણ પણ છે. જો ટંકારા નગરપાલિકા બને તો આરોગ્ય વિભાગ દ્વારા સમયાંતરે ખાણીપીણીની વસ્તુઓની ચકાસણી થઈ શકે તેમ છે અને બિનઆરોગ્યપ્રદ વસ્તુઓનું વેચાણ કરતાં વેપારીઓ સામે કાયદેસરના પગલાં પણ ભરી શકાય તેમ છે. જેથી જનતાના આરોગ્ય સાથે રમત ન થાય.

સામાન્ય રીતે દર વર્ષ વજન ઓછું-વધુ આવે છે કે કેમ એ માટે માપક યંત્રની યોગ્યતા અને ક્ષમતાની ચકાસણી કરવી ફરજિયાત છે. આ માટે ખાનગી કોન્ટ્રેક્ટરો પણ હોય છે પરંતુ બધુ સહિ સલામત હોવાનો રાગ આલાપતા અધિકારીઓ પણ ખોટું કરતાં વેપારીઓ સાથે સાંઠગાંઠ કરી લેતાં હોવાનું સાચા વેપારીઓ જણાવી રહ્યા છે.

- text