હળવદના કડિયાણા ગામે તસ્કરોએ સબમર્શિબલની દુકાનમાં ખાતર પાડ્યું

- text


દુકાનની બારી તોડી કોપર વાયર, રોટર સહિતની લાખોની માલમત્તા ચોરી ગયા

હળવદ : હળવદ તાલુકાના કડિયાણા ગામે ગતરાત્રીના તસ્કરોએ એક સબમર્સીબલ સર્વિસની દુકાનને નિશાન બનાવી કોપર વાયર, રોટર સાઈટ લાખો રૂપિયાના કિંમતી માલસામાનની ચોરીને અંજામ આપતા આ મામલે હળવદ પોલીસને જાણ કરવામાં આવી છે.

જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના કડિયાણા ગામે શિવશક્તિ સબમર્સીબલ સર્વિસ નામની મુખ્ય રોડ ઉપર દુકાન ધરાવતા હળવદના રહેવાસી કમલેશભાઈ પટેલની દુકાનમાં ગતરાત્રીના તસ્કરો ત્રાટક્યા હતા અને દુકાનમાં રહેલ 250 કિલોગ્રામ કોપર વાયર, 6 હજાર મીટર વાયરીંગનો કોપર વાયર તેમજ 20 કિલોગ્રામ સબમર્સીબલના રોટર સહીત લાખો રૂપિયાની માલમતાની ચોરી કરી ગયા હતા.

વધુમાં તસ્કરોએ દુકાનની બારી તોડી દુકાનમાં પ્રવેશ કરી ચોરી ને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે અને ઘટના અંગે દુકાન માલિક કમલેશભાઈ પટેલે હળવદ પોલીસને જાણ કરતા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી શરુ કરી હોવાનું જાણવા મળે છે.

- text

- text