મિતાણા નજીક સ્વીફ્ટ કાર ઝાડ સાથે અથડાતા મોરબીના બે યુવાનના મોત

- text


મોડીરાત્રે રાજકોટથી ગરબા જોઈને પરત આવતા મોરબીના યુવાનોને નડ્યો ગમખ્વાર અકસ્માત

ટંકારા : રાજકોટ – મોરબી હાઇવે વધુ એક વખત રક્ત રંજીત બન્યો છે. ગત મોડીરાત્રે ટંકારાના મિતાણા ઓવરબ્રિજ નજીક રાજકોટથી મોરબી તરફ આવી રહેલ સ્વિફ્ટ કાર ઝાડ સાથે અથડાતા મોરબીના સગીર સહિત બે લોકોના મૃત્યુ નિપજ્યા હતા. જ્યારે બે યુવાનોને સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડવામા આવ્યા છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ ગરબા જોઈને સ્વીફ્ટ કારમાં મોરબી આવી રહેલા યુવાનોને ટંકારાના મિતાણા ઓવરબ્રિજ નજીક અકસ્માત નડતા કાર ઝાડ સાથે અથડાઈ હતી. જોરદાર ધડાકા સાથે સ્વીફ્ટ કાર ઝાડ સાથે અથડાતા કારના ચાલકનું તેમજ રોહિત ડાયાભાઈ અદગામા ઉ.17 રહે. ત્રાજપર મોરબી વાળાનું રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ નીપજ્યું હતું.

વધુમાં મોડીરાત્રે અકસ્માત સર્જાતા કારમાં સવાર ત્રાજપર મોરબી ખાતે રહેતા રૂપેશ મનજીભાઈ ધોળકિયા ઉ.18 અને જય ગોપાલભાઈ અગેચણિયા ઉ.19ને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.ઘટનાની જાણ થતાં જ ટંકારા પોલીસ ટીમ બનાવ સ્થળે દોડી ગઈ હતી.

- text

- text